SC/ST કાયદાના વિરોધમાં સવર્ણોનું ભારત બંધઃ બિહારમાં ટ્રેનો રોકી, MPમાં એલર્ટ

0
843
news/NAT-HDLN-upper-cast-declare-bharat-band-against-modi-government-gujarati-news-5952397-NOR

કેન્દ્રમાં મોદી સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટના નિર્ણયને પલટીને SC/ST એક્ટમાં સંશોધન કરી મૂળ સ્વરૂપે સાગુ કરવાના વિરોધમાં આજે સવર્ણોએ ભારત બંધની જાહેરાત કરી છે. આ ભારત બંધ દેશના ઘણાં સવર્ણ સંગઠનો દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. સવારથી જ દેશના અલગ-અલગ રાજ્યોમાં ભારત બંધની અસર જોવા મળી રહી છે બિહારના મુઝફ્ફરપુરમાં SC/ST એક્ટનો વિરોધ, ઘણી જગ્યાએ રસ્તા જામ કરાયા. જ્યારે નવાદામાં લોકોએ ફરી ફરીને બજાર બંધ કરાવ્યા. અહીં રાજગીર રોડ પર લોકોએ ટાયરો સળગાવીને રસ્તો જામ કરી દીધો છે.
– બિહારના દરભંગા અને મસૂદનમાં પ્રદર્શનકારીઓએ ટ્રેન રોકી, મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે.
– મધ્ય પ્રદેશમાં બંધની અસર વધારે જોવા મળી છે. અહીં ગ્વાલિયર, ભિંડ, મુરૈના સહિત 10જિલ્લામાં કલમ-144 લાગુ કરી દેવામાં આવી છે. નોંધનીય છે કે, 2 એપ્રિલે દલિતોના બંધ દરમિયાન વિવિધ વિસ્તારોમાં ઘણી હિંસા થઈ હતી.

– મધ્ય પ્રદેશના 10 જિલ્લામાં કલમ 144 લગાવી દેવામાં આવી છે.

– બિહારના લખીસરાય જિલ્લામાં લોકોએ NH-80ને જામ કરી દીધો હતો.
– છપરામાં સવર્ણોએ NH-19 જામ કરી દેવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં લોકો મોદી સરકાર વિરુદ્ધ નારેબાજી કરીને રસ્તા પર ઉતરી પડ્યાં છે.
– મધુબનીમાં સવર્ણ આંદોલનકારીઓએ NH-105 જામ કરી દેવામાં આવ્યો હતો. લોકો કેન્દ્ર સરકાર વિરુદ્ધ નારેબાજી કરી રહ્યા છે.

SC/ST એક્ટ: ચૂકાદો, વિરોધ અને સંશોધિત કાયદો

– સુપ્રીમ કોર્ટે 20 માર્ચે એસસી-એસટી અત્યાચાર નિવારણ એક્ટમાં તાત્કાલિક ધરપકડ પર પ્રતિબંધ લગાવ્યો છે અને અગોતરા જામીન મામલે પણ થોડાં ફેરફાર કર્યા છે. કોર્ટનું કહેવું છે કે, આ એક્ટનો નિયમ નિર્દોષ લોકોને ડરાવવા માટે ન થવો જોઈએ.
– સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી દલિતોએ ભારત બંધનું એલાન આપ્યું હતું. આ બંધને ઘણી રાજકીય પાર્ટી દ્વારા સમર્થન પણ આપવામાં આવ્યું હતું. આ દરમિયાન 10થી વધારે રાજ્યોમાં હિંસાત્મક પ્રદર્શન થયાં હતાં અને 14 લોકોના મોત થયા હતા.
– પ્રદર્શનની સૌથી વધારે અસર મધ્ય પ્રદેશ, બિહાર, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં થઈ હતી. વડાપ્રધાન મોદીએ 13 એપ્રિલે કહ્યું હતું કે, હું દેશને વિશ્વાસ અપાવું છું કે જે કડક નિયમ બનાવવામાં આવ્યો છે તેને પ્રભાવિત નહીં થવા દઉં.
– કેન્દ્ર સરકાર પર વિપક્ષ અને એનડીએના સહયોગી દળ અધ્યાદેશ લાવીને સુપ્રીમ કોર્ટના નિર્ણયને બદલવાની માંગણી કરતા હતાં. ત્યારપછી કેન્દ્રએ સંસદના ચોમાસું સત્રમાં એક બિલ પાસકરીને સંશોધિત કાયદો બનાવ્યો હતો. સરકારનો દાવો છે કે, કાયદો હવે પહેલાં કરતાં કડક છે.કોર્ટનો ચૂકાદો અને સંશોધિત કાયદામાં ત્રણ મોટા તફાવત

સુપ્રીમ કોર્ટનો ચૂકાદો સંશોધિત SC/ST કાયદો
– ફરિયાદ મળતાં જ એફઆઈઆર નહીં, પહેલાં ડીએસપી લેવલની તપાસ – એફઆઈઆર માટે પ્રાથમિક તપાસ જરૂરી
– તુરંત ધરપકડ નહીં થાય, સક્ષમ અધિકારીની મંજૂરી જરૂરી – ક્રિમિનલ પ્રોસીજર કોડ અંતર્ગત અધિકારીને ધરપકડનો અધિકાર
– આરોપીને આગોતરા જામીનનો અધિકાર – આગોતરા જામીન ન મળી શકે

news/NAT-HDLN-upper-cast-declare-bharat-band-against-modi-government-gujarati-news-5952397-NOR
news/NAT-HDLN-upper-cast-declare-bharat-band-against-modi-government-gujarati-news-5952397-NOR

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here