હિમાચલ પ્રદેશના કુલ્લૂમાં બસ ખીણમાં ખાબકી, સ્કૂલ બાળકો સહિત 16 લોકોના મોત

0
118
બસમાં કુલ 45 લોકો સવાર હતા
સોમવારે સવારે સૈંજ ઘાટીમાં એક બસ ખીણમાં ખાબકી છે.

હિમાચલ પ્રદેશના કુલ્લૂમાં મોટો અકસ્માત સર્જાયો છે. ત્યાં સોમવારે સવારે સૈંજ ઘાટીમાં એક બસ ખીણમાં ખાબકી છે. બસમાં કુલ 45 લોકો સવાર હોવાનું જણાવવામાં આવી રહ્યુ છે. તેમાંથી અત્યાર સુધીમાં 16 લોકોના મોત થઈ ચૂક્યા છે. બસમાં કેટલાક બાળકો પણ હતા જેઓ સ્કૂલ જઈ રહ્યા હતા. આ પ્રાઈવેટ બસ રસ્તા પરથી પસાર થતા રસ્તા પરથી ખીણમાં પડી હતી. આ બસ સૈંજ ઘાટીના શેંશરથી સૈંજ તરફ આવી રહી હતી. આ દરમિયાન જંગલા નામના સ્થળ પર વળાંક લેતા બસ અનિયંત્રિત થઈ ગઈ હતી અને નીચે ખીણમાં પડી ગઈ હતી. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here