હું ફરીવાર રવિવારે અમદાવાદ આવીશ અને વીજળીની સમસ્યાનું સમાધાન કરીશ, ગુજરાતમાં પણ ફ્રી વીજળી મળશે : કેજરીવાલ

0
201
ભાજપના નેતાઓએ વીજળીનો ખોટો પ્રચાર કર્યો
કેજરીવાલે કહ્યું હું ફરીવાર રવિવારે અમદાવાદ આવીશ

અમદાવાદ : આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં વીજળી મુદ્દે લોકો સાથે સંવાદ કરી રહ્યાં છે. અરવિંદ કેજરીવાલે વીજળી અંગે વાતચીત કરતાં જણાવ્યું હતું કે ગુજરાતમાં ચૂંટણી આવવાની છે. હું તમને પૂછવા માગું છું કે આમ આદમી પાર્ટી પહેલી ચૂંટણી લડે છે. ગુજરાતના નેતાઓ વીજળી કે તમારા મુદા પર ચર્ચા કરી? અમે દિલ્લી અને પંજાબમાં કરી બતાવ્યું. કહીએ તે કરીએ છીએ. અમારા કાર્યકર્તાઓ 1 વર્ષથી ગામડાઓમાં ફરે છે. લોકો ગુજરાતમાં તકલીફમાં છે ગરીબ લોકોના ઘરમાં પણ હજારો રૂપિયાનું લાઈટનું બિલ આવે છે. દિલ રોઈ પડે છે આ સાંભળીને કે વીજળી કેમ આટલી મોંઘી છે? મંત્રીઓ જલ્સા કરે છે તેમનું બિલ ઝીરો આવે છે. ઓફિસો અને ઘરોમા એસી અને ટોયલેટમાં પણ એસી લાગેલા છે.તેમણે કહ્યું કે હું ફરીવાર રવિવારે અમદાવાદ આવીશ અને વીજળીની સમસ્યાનું સમાધાન કરીશ.ગુજરાતમાં પણ વીજળી સસ્તી અને ફ્રી જોઈએ તો તેના માટે સત્તા પરિવર્તન કરવું પડશે. ઇમાનદાર સરકાર લાવવી પડશે. આ સરકારને પ્રજાને લૂંટવી છે માટે તેઓ વીજળી ફ્રી નથી કરતા.અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે ભાજપના નેતાઓ કહે છે 24 કલાક ગુજરાતમાં વીજળી મળે છે. ગુજરાતમાં વીજળી કાપ નથી. તો શું શહેરમાં પણ વીજળી જાય છે? જો કે મને જાણવા મળ્યું કે હમણાં હોલમાં જ 3 વાર લાઇટ જતી રહી. અરવિંદ કેજરીવાલે કહ્યું કે ગુજરાતમાં બિલ કેટલું આવે છે? લોકોએ કહ્યું બિલ 4000 આવે છે. ખેડૂતોને રાતે વીજળી આપે છે તેનો મતલબ શુ છે. ઓફિસરોને પણ રાતે વીજળી આપો એટલે રાતે ઓફિસ ખુલે. 2014 ચૂંટણી પહેલા ભાજપના નેતાઓએ વીજળીનો ખોટો પ્રચાર કર્યો છે. દિલ્લીમાં કોંગ્રેસ સરકાર હતી ત્યારે કીધું વીજળી બિલ ઓછું કરો. મેં 15 દિવસ ઉપવાસ કર્યા. ચૂંટણી લડ્યા અને આમ આદમી પાર્ટી આવી અને મેં વીજળી ફ્રી કરી દીધી. આજે દિલ્લીમાં 24 કલાક વીજળી મળે છે. દિલ્લી સરકાર પાસે લોન કે ટેક્સ નથી. મેં દિલ્લીમાં વીજળી કંપનીઓને કહ્યું કે જો ભાવ વધ્યા તો ખેર નથી. 7 વર્ષથી દિલ્લીમાં વીજળીના ભાવ નથી વધ્યા. 1 જુલાઈથી પંજાબમાં ફ્રી વીજળી આપવાનું શરૂ કરી દીધું છે. ગુજરાતમાં 70થી 80 ટકા લોકોના બિલ ખોટા આવે છે. જ્યારે મીટર બદલવા માટે પૈસા લે છે. બિલ ઓછું કરાવવા માટે પણ પૈસા માગે છે. દિલ્લીમાં 73 ટકા લોકોના બિલ ઝીરો આવે છે અને 24 કલાક વીજળી મળે છે. પંજાબમાં પણ 24 કલાક વીજળી મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here