અમદાવાદમાં લોકો કહે છે, ‘રાજકીય મેળાવળા બંધ કરો તો માસ્ક પહેરીશું’

0
112
શાક માર્કેટમાં પ્રવેશતા સેનિટાઈઝર અને થર્મલ સ્ક્રીનિંગ માટે લોકોને ઊભા રાખવામાં આવ્યા છે, પરંતુ નામનું જ થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવે છે
શાક માર્કેટમાં પ્રવેશતા સેનિટાઈઝર અને થર્મલ સ્ક્રીનિંગ માટે લોકોને ઊભા રાખવામાં આવ્યા છે, પરંતુ નામનું જ થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવે છે

કોરોના બાદ હવે ઓમિક્રોન વાયરસને (Omicron virus) પગલે તંત્ર દ્વારા તૈયારીઓ શુરૂ થઈ ગઈ છે. બીજી તરફ અમદાવાદમાં દરેક સ્થળે લોકો બિન્દાસ નજરે પડી રહ્યા છે.

અમદાવાદ: શહેરના (Ahmedabad) અનેક વિસ્તારમાં માસ્ક વગર લોકોની એવી ભીડ (crowd in Ahmedabad without mask) જોવા મળી જાણે કે, વિસ્તારમાં કોરોનાને આમંત્રણ આપવા બધા નીકળ્યા હોય. શહેરમાં એક તરફ ઓમિક્રોન વાયરસને કારણે આરોગ્ય તંત્ર સંપૂર્ણ તૈયારીઓ કરીને બેઠું છે. ત્યાં શહેરના લોકો બિન્દાસ્ત રીતે ફરી રહ્યા છે. કોરોના બાદ હવે ઓમિક્રોન વાયરસને (Omicron virus) પગલે તંત્ર દ્વારા તૈયારીઓ શુરૂ થઈ ગઈ છે. બીજી તરફ અમદાવાદમાં દરેક સ્થળે લોકો બિન્દાસ નજરે પડી રહ્યા છે. સૌથી પહેલા આપણે અમદાવાદના કાલુપુર વિસ્તારની વાત કરીએ. કાલુપુર વિસ્તારમાં સમજણનો અભાવ છે. લોકો માસ્ક તથા અન્ય નિયમોનો ભંગ કરીને ફરી રહ્યા છે. કાલુપુર શાક માર્કેટમાં પણ લોકો બેફામ બનીને માસ્ક અને અન્ય નિયમોના ભંગ કરતા જોવા મળ્યા છે, જેને લઇને શાક માર્કેટ ફરીથી સુપર સ્પ્રેડર બને એવી સંભાવના છે. કંઈ કેટલાય લોકો ગુજરાતીને એવા બહાના જણાવ્યા જે તમે ક્યારેય સાંભળ્યા નહિ હોય. ન્યુઝ18 ગુજરાતીના સંવાદદાતાએ જ્યારે લોકો સાથે વાત કરી ત્યારે લોકો એ જાત જાતના બહાના બતાવીને સરકારના વાંક કાઢ્યા. શાકભાજી લેવા આવેલા સરલાબેને કહ્યું કે, માસ્ક પાકિટમાં છે, પૈસા લેતા મૂકી દીધું પછી ભૂલી ગઈ. તો રસીલાબેને કહ્યું કે, એમાં શું આ સાડીનો છેડો ઢાંકી લેવાનો. તો આ અંગે ખૂબ જ ગંભીર બનીને માસ્ક પહેરીને આવેલા રાકેશ ભાઈએ કહ્યું કે, મારે તમને કહેવું છે કે, માસ્ક ના પહેરતા લોકો સભાન નથી આ કોરોના હજુ ગયો નથી, પાછું બધું ઉભુ થશે અને હોસ્પિટલમાં જગ્યા નહિ મળે. પણ તમે સરકારને કાંઈક કહો ને. આ પેલા પોલીસ દંડ કરતી હતી એ થાય અને સરકાર ગંભીર બનીને રાજકિય રેલી બંધ કરી દે. સરકારી કાર્યક્રમો ના થાય અને બધાને ખબર છે કે, ચૂંટણી આવવાની છે એટલે હજી સુધી કેસ આવ્યા તોય સરકાર કાંઈ નથી કહેતી. તો આ અંગે શાકભાજીના વિક્રેતાએ જણાવ્યું કે, બધું ઠીક પણ મને તો કોરોના નહિ થાય આખો દિવસ કામ કરે રાખ્યે કોરોના ક્યાંથી થાય.શાક માર્કેટમાં પ્રવેશતા સેનિટાઈઝર અને થર્મલ સ્ક્રીનિંગ માટે લોકોને ઊભા રાખવામાં આવ્યા છે, પરંતુ નામનું જ થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવે છે અને સેનિટાઈઝર માટે દેખાડવા માટે જ મૂકવામાં આવ્યું છે. બહારથી માસ્ક વિના માર્કેટમાં કોઈ વ્યક્તિ આવે તો તેને માસ્ક પહેરવા અંગે કહેવામાં પણ આવતું નથી. માર્કેટમાં તમામ નિયમોના પાલન માટે પ્રાઇવેટ માણસો રાખવામાં આવ્યા છે, જે માત્ર માર્કેટના પ્રવેશદ્વાર પર જ ઊભા રહ્યા છે. આ માટે બાઉન્સરને પગાર પણ આપવામાં આવે છે પરંતુ બધું નકામું હોય તેવું લાગી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here