સતીશ કૌશિકની જે ફાર્મહાઉસમાં તબિયત લથડી ત્યાંથી મળ્યાં વાંધાજનક દવાઓના પેકેટ

0
83

પોલીસ તપાસમાં જાણ થઇ કે વિકાસ માલૂ સામે એક જૂનો દુષ્કર્મનો કેસ હતો

ફાર્મહાઉસથી મળી આવેલ વાંધાજનક દવાઓના પેકેટ કોના હતા? કોણે તે વાપર્યા? તેને સતીશ કૌશિક સાથે કોઈ લેવા દેવા છે કે નહીં? તે અંગે પોલીસે શરૂ કરી તપાસ

પીઢ અભિનેતા સતીશ કૌશિકના મૃત્યુ અંગે મોટો ખુલાસો થયો છે. 9 માર્ચે દિલ્હીમાં બિજવાસનના ફાર્મહાઉસમાં હોળી રમ્યા બાદ સતીશ કૌશિકની રાતે 11 વાગ્યે તબીયત લથડી અને પછી તેમને હોસ્પિટલે લઈ જવાયા હતા જ્યાં તેમનું મૃત્યુ થયું. તપાસ દરમિયાન પોલીસને આ ફાર્મહાઉસથી કેટલીક વાંધાજનક દવાઓના પેકેટ મળ્યાં છે. ફાર્મહાઉસ સતીશ કૌશિકના મિત્ર વિકાસ માલૂનું છે. પોલીસ હવે એ જાણવા પ્રયાસ કરી રહી છે કે ફાર્મહાઉસથી મળી આવેલ વાંધાજનક દવાઓના પેકેટ કોના હતા? કોણે તે વાપર્યા? તેને સતીશ કૌશિક સાથે કોઈ લેવા દેવા છે કે નહીં? એ તો તપાસ બાદ જ સ્પષ્ટ થશે. પોલીસે એ પણ શોધી રહી છે કે વિકાસ માલૂ સામે વર્ષો જૂનો એક દુષ્કર્મનો કેસ હતો. આ કેસ ક્યાં અને ક્યારે નોંધાયો હતો. આ ઉપરાંત હોળીના દિવસે ફાર્મહાઉસમાં જે મહેમાનો આવ્યા હતા તેમની પણ યાદી તૈયાર કરાઈ રહી છે. જોકે પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમમાં કંઈ જ શંકાસ્પદ મળ્યું નથી.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here