ભારતે પહેલી વિકેટ ગુમાવી, રોહિત ખરાબ શોટ રમીને આઉટ થયો

0
29

ઓસ્ટ્રેલિયાની ટીમે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી

ભારતીય ટીમ 4 ટેસ્ટ શ્રેણીમાં 2-1થી આગળ

ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શ્રેણીની છેલ્લી ટેસ્ટ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આજે મેચના ત્રીજા દિવસના પહેલા સેશનની રમત ચાલુ છે ત્યારે ભારતે પહેલી વિકેટ ગુમાવી છે. રોહિત શર્મા ખરાબ શોર્ટ રમીને આઉટ થયો હતો.
ભારતે પહેલી વિકેટ ગુમાવી

ભારતીય ટીમે તેની પહેલી વિકેટ ગુમાવી દીધી છે. ભારતીય ટીમના 74 રનના સ્કોર પર મેથ્યુ કુહનેમેને રોહિતને આઉટ કર્યો હતો. રોહિત 58 બોલમાં 35 રન બનાવી શક્યો હતો. તેની ઇનિંગમાં તેણે ત્રણ ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા હતા. હાલમાં શુભમન ગિલ અને ચેતેશ્વર પુજારા ક્રિઝ પર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here