ઝારખંડમાં ગેસ-સિલિન્ડરથી ભરેલી ટ્રક બસને અથડાઈ 10નાં મોત

0
322
. બસમાં બેઠેલા લોકો અંદર જ ફસાઈ ગયા છે. ક્રેનની મદદથી બસમાંથી લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે.
. બસમાં બેઠેલા લોકો અંદર જ ફસાઈ ગયા છે. ક્રેનની મદદથી બસમાંથી લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે.

ઝારખંડના પાકુડમાં બુધવારે સવારે એક ભીષણ રોડ એક્સિડન્ડ થયો છે, જેમાં 10નાં મોત થયાં છે. પાકુડથી દુમકા જતી લિટ્ટીપાડા-અમડાપાડા રોડ પર પડેરકોલા પાસે ગેસ-સિલિન્ડરથી ભરેલી એક ટ્રક બસ સાથે અથડાઈ છે.

બસમાં 40થી વધારે લોકો મુસાફરી કરી રહ્યા હતા, તેમાં અંદાજે 25 લોકો ઘાયલ થયા છે.ટક્કર એટલી જોરદાર હતી કે બંને ગાડી ફુરચા ઊડી ગયા છે. બસમાં બેઠેલા લોકો અંદર જ ફસાઈ ગયા છે. ક્રેનની મદદથી બસમાંથી લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે દુર્ઘટનામાં મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here