ગુજરાતના પૂર્વ IPS અધિકારીને બદનામ કરવાનું કાવતરું, BJP નેતા સહિત 5 સામે કાર્યવાહી

0
42
આ ષડયંત્રમાં ભાજપના નેતા તેમજ બે પત્રકારોનો સમાવેશ
અમદાવાદના ATS દ્વારા 5 લોકોનેની ધરપકડ કરવામાં આવી

અમદાવાદ : ભાજપના એક નેતા અને પત્રકારો દ્વારા મળીને ગુજરાતના નિવૃત DGPને ખોટી રીતે ફસાવવા અને બદનામ કરવાના ઈરાદે કાવતરુ કર્યુ હતું. જેમાં ગુજરાત ATS દ્વારા પાંચ ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાની વાત એવી છે કે ભાજપના ઓબીસી મોરચાના સ્થાનિક નેતા મુખ્ય સુત્રધાર હોવાનું ખુલ્યુ છે. જેમાં ભાજપના સ્થાનિક નેતા તેમજ બે પત્રકારોએ મળીને ગુજરાતના નિવૃત DGPને ખોટી રીતે ફસાવવા અને બદનામ કરવાના ઈરાદે એક મહિલાનું ખોટુ સોગંદનામું કરાવવાનું કાવતરુ રચ્યુ હતું. જે મામલે અમદાવાદ  ATSએ પાંચ લોકોની ધરપકડ કરી છે. ગુજરાતના નિવૃત DGPને ખોટી રીતે ફસાવવા અને બદનામ કરવાના બદઈરાદે ષડયંત્ર રચવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ કાવતરુ રચવામાં ભાજપના ઓબીસી મોરચાના સ્થાનિક નેતાનું નામ ખુલતા રાજકારણ ગરમાયું છે. સમગ્ર કાવતરામાં ભાજપના નેતા મુખ્ય સુત્રધાર હોવાનું સામે આવ્યુ છે. એક મહિલાનું ખોટુ સોગંદનામું કરાવવાનું કાવતરુ રચ્યું હોવાનુ સામે આવ્યુ છે. જે બાદ અમદાવાદના ATS દ્વારા પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ભાજપના નેતા અને પત્રકારોએ સાથે મળીને નિવૃત DGPએ ખોટું કામ કર્યું હોવાનું સોગંદનામું કરાવવાનું ષડયંત્ર રચ્યુ હોવાનુ ખુલ્યુ છે. અને આ સોગંદનામું મીડીયામાં વાઈરલ ન કરવા માટે બે પત્રકારોએ પાંચ લાખ રુપિયાની માંગણી કરી હોવાનું પણ સુત્રો દ્વારા જાણવા મળ્યુ છે. તેમજ આ સોગંદનામું અખબારમાં પ્રકાશિત કરવાની ધમકી આપવામાં આવી હતી. ગુજરાતના નિવૃત DGPને ખોટી રીતે ફસાવવા અને બદનામ કરવા બ્લેકમેલ કરી પૈસા પડાવવાનું કાવતરું કરવામાં આવ્યું હોવાનુ સામે આવ્યું છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ભાજપના ઓબીસી મોરચાના નેતા જી. કે. પ્રજાપતિ મુખ્ય સુત્રધાર હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here