રાહુલના સમર્થનમાં વિપક્ષની એકતા કાળા કપડા પહેરી સંસદમાં હંગામો

0
62
– સોનિયાની અધ્યક્ષતામાં મોટા ભાગના વિપક્ષોની સંસદમાં બેઠક
– વિપક્ષની સર્વપક્ષીય બેઠકમાં મમતાના તૃણમુલ કોંગ્રેસે પણ ભાગ લેતા આશ્ચર્ય, સપા, આપ, જદ(યુ) સહિત 17 પક્ષો જોડાયા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને લોકસભાના સાંસદ પદેથી હટાવવામાં આવ્યા છે. જેના વિરોધમાં વિપક્ષના નેતાઓએ દેશમાં અનેક રાજ્યોમાં રસ્તા પર ઉતરીને ધરણા પ્રદર્શન કર્યું હતું. ત્યારે હવે સંસદમાં પણ વિપક્ષ દ્વારા વિરોધ જારી રાખવામાં આવ્યો છે. સોમવારે સંસદમાં વિપક્ષે એક્તા દેખાડી હતી અને તમામ સાંસદો કાળા રંગના કપડા પહેરીને આવ્યા હતા. આ અનોખા વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી પણ જોડાયા હતા.
સોનિયા ગાંધી કાળા રંગની સાડીમાં જ્યારે અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કાળા રંગના કપડા અને કાળા રંગની પાઘડી પહેરીને સંસદમાં આવ્યા હતા. જ્યારે અન્ય નેતાઓએ પણ કાળા રંગના કપડા પહેર્યા હતા. લોકસભાની કાર્યવાહી શરૂ થાય તે સાથે જ વિપક્ષે અદાણી અને રાહુલ ગાંધી મુદ્દે ભારે હંગામો મચાવ્યો હતો. રાજ્યસભામાં પણ વિપક્ષે આ જ મુદ્દે હોબાળો મચાવતા અંતે બન્ને ગૃહોની કાર્યવાહીને સ્થગિત કરી દેવામાં આવી હતી. બન્ને ગૃહોમાં સાંસદોએ રાહુલ ગાંધીને લોકસભા સાંસદ પદેથી હટાવવાના નિર્ણય સામે નારેબાજી કરી હતી. 

જે પહેલા કોંગ્રેસે વિપક્ષીદળોની બેઠક બોલાવી હતી, જેની અધ્યક્ષતા કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીએ સંભાળી હતી. આ બેઠકમાં સમાજવાદી પાર્ટી, ડીએમકે, કોંગ્રેસ, જદયુ, બીઆરએસ, સીપીએમ, આરજેડી, એનસીપી, સીપીઆઇ, આઇયુએમએલ, એડીએમકે, કેસી, ટીએમસી, આરએસપી, આપ, જમ્મુ કાશ્મીર નેશનલ કોન્ફરંસ, શિવસેના (ઉદ્ધવ જુથ)ના સાંસદો સામેલ થયા હતા. આ બેઠક લોકસભામાં મલ્લિકાર્જુન ખડગેની ચેમ્બરમાં યોજવામાં આવી હતી. આ બેઠકમાં કોંગ્રેસ અને અન્ય વિરોધી પક્ષના સાંસદો કાળા રંગના કપડામાં જોવા મળ્યા હતા. અત્યાર સુધીની બેઠકોમાં ટીએમસી તો ક્યારેક કોંગ્રેસ વિપક્ષની બેઠકમાં નહોતા જોવા મળતા જ્યારે આ બેઠકમાં મોટા ભાગના વિપક્ષની એક્તા જોવા મળી હતી. ટીએમસીના સાંસદ પણ જોડાયા હતા જે અત્યાર સુધીની કોંગ્રેસની લગભગ બેઠકોમાં ગેરહાજર રહ્યા હતા.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here