સોનાલી ફોગાટના ડ્રિંકમાં આરોપીઓએ કેમિકલ ભેળવ્યું હતુંઃ ગોવા પોલીસ

0
145
આ મામલે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. ગોવા પોલીસે કહ્યુ છે કે, ‘બધા પાર્ટી કરી રહ્યા હતા. અન્ય બે છોકરીઓ પણ પાર્ટીમાં હતી.
ગોવા પોલીસે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ‘આરોપી સુખવિંદર અને સુધીર સાંગવાને કબૂલ્યું હતુ કે, તેમણે ડ્રિન્કમાં ઓબ્નોક્સિયસ કેમિકલ ભેળવ્યું હતું. આ ઉપરાંત વીડિયોમાં દેખાઈ રહ્યુ હતુ કે એક વ્યક્તિ તેને જબરદસ્તી કંઈક પીવડાવવાની કોશિશ કરી રહ્યો છે.’

ચંદીગઢઃ ભાજપની નેતા અને ટીકટોક સ્ટાર સોનાલી ફોગાટના મોત કેસમાં હવે ડ્રગ્સની એન્ટ્રી થઈ ગઈ છે. સોનાલી ફોગાટને જબરદરસ્તી ડ્રગ્સના ડોઝ આપવામાં આવતા હતા તેવા પુરાવા મળ્યા છે. ગોવા પોલીસે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ‘આરોપી સુખવિંદર અને સુધીર સાંગવાને કબૂલ્યું હતુ કે, તેમણે ડ્રિન્કમાં ઓબ્નોક્સિયસ કેમિકલ ભેળવ્યું હતું. આ ઉપરાંત વીડિયોમાં દેખાઈ રહ્યુ હતુ કે એક વ્યક્તિ તેને જબરદસ્તી કંઈક પીવડાવવાની કોશિશ કરી રહ્યો છે.’ પોલીસે જણાવ્યું છે કે, સોનાલી ફોગાટની હત્યા રૂપિયા અને પ્રોપર્ટી માટે કરવામાં આવી છે. ત્યારે પ્રેસ કોન્ફરન્સ પછી પોલીસે ન્યૂઝ 18ને કહ્યુ હતુ કે, સોનાલી ફોગાટનો પર્સનલ આસિસ્ટન્ટ સુધીર સાંગવાન ડ્રગ્સ લઈને આવ્યો હતો અને તેણે સોનાલીને ક્લબમાં પાણીની બોટલમાં ડ્રગ્સ ભેળવ્યું હતું. આ સીસીટીવી ફૂટેજમાં કેદ થયું છે. હાલ પોલીસે સીસીટીવી ફૂટેજ જપ્ત કર્યા છે.પોલીસે જણાવ્યા પ્રમાણે, રાતે 12 વાગ્યાની આસપાસ સોનાલીને ડ્રગ્સ આપવામાં આવી હતી. જો કે, પોલીસે સોનાલીને કયો ડ્રગ્સ આપવામાં આવ્યો હતો તેની જાણકારી મળી છે, પરંતુ તે કોઈ ખુલાસો કરશે નહીં. અત્યાર સુધીમાં આ મામલે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. ગોવા પોલીસે કહ્યુ છે કે, ‘બધા પાર્ટી કરી રહ્યા હતા. અન્ય બે છોકરીઓ પણ પાર્ટીમાં હતી. અમે બંનેની પૂછપરછ કરવા માટે બોલાવ્યા છે. પાર્ટી માટે કેટલાક લોકો મુંબઈ પણ ગયા હતા. સીસીટીવીમાં બધા લોકો પાર્ટી કરી રહેલા દેખાતા હતા.’પોલીસના જણાવ્યા પ્રમાણે, વીડિયોમાં દેખાઈ રહ્યુ હતુ કે આરોપીઓમાંથી એક પીડિતાને જબરદસ્તી કંઈક પીવડાવવાની કોશિશ કરતો હતો. જ્યારે આરોપીઓની પૂછપરછ કરી તો તેમણે જણાવ્યુ હતુ કે, સુધીર અને સુખવિંદરે જાણીજોઈને પીડિતાને પાણીમાં બેભાન કરવાનું ડ્રગ્સ ભેળવીને પીવડાવ્યું હતું. ત્યારબાદ પીડિતા બેહોશ થઈ ગઈ હતી.’ પોલીસ વધુમાં જણાવે છે કે, અન્ય ફૂટેજમાં દેખાઈ રહ્યુ હતુ કે, આરોપીઓએ પાણીમાં ભેળવીને કંઈક પીડિતાને પીવડાવ્યું હતું. ત્યારબાદ આરોપીઓ પીડિતાને ટોયલેટ તરફ લઈ જઈ રહ્યા હતા અને 2 કલાક ત્યાં જ રહ્યા હતા. જો કે, આરોપીઓએ હજુ આ વિશે કંઇપણ કહ્યુ નથી. ઉલ્લેખનીય છે કે, સોનાલી ફોગાટના ભત્રીજા મનિંદર ફોગાટે દાવો કર્યો છે કે, તેમની કાકીનો ફ્લેટ હડપવા માટે હત્યા કરવામાં આવી છે. અમે એવું નથી કહી રહ્યા કે, અમને પાક્કી ખબર છે કે સોનાલી ફોગાટની હત્યા કરી છે અને જો બે લોકોની ધરપકડ થઈ છે તો તેમના સિવાય કેટલાક લોકો છે તેઓ પણ આ કાવતરામાં જોડાયેલા છે. મનિંદરે વધુમાં જણાવ્યું કે, તેમની કાકી પાસે ફ્લેટ હતો. તેમના નામે ઘણી પ્રોપર્ટી હતી અને તે મેળવવાની લાલચમાં જ હત્યા કરવામાં આવી છે. જેવી અમને સૂચના મળી કે તરત અમે ગોવા ગયા અને બધી પરિસ્થિતિઓ તપાસી. ગોવામાં પોલીસે અમને કોર્પોરેટ કર્યા. પરંતુ જો સ્થિતિ સામે હતી તેનાથી અમને હત્યા થઈ હોવાની આશંકા લાગી. ત્યાં જ સોનાલી ફોગાટના ભાઈ રિંકૂ ઢાકાએ કહ્યું કે, ગોવા પોલીસની અત્યાર સુધીની તપાસથી સંતોષ છે. સીબીઆઈ તપાસ કરાવવા માટે પરિવાર વિચાર કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here