નીતિન ગડકરીની જાહેરત, 1 વર્ષમાં EV અને પેટ્રોલ વાહનોની કિંમત થઇ જશે એકસરખી

0
96
પેટ્રોલ-ડીઝલની વધતી કિંમત અને પ્રદૂષણને કારણે સરકાર અને લોકો ઇલેક્ટ્રિક વાહનો તરફ વળી રહ્યા છે. ઊંચા ભાવને કારણે લોકો ઇચ્છે તો પણ ઇલેક્ટ્રિક વાહન લઇ શકતા નથી.
નીતિન ગડકરીએ એમ પણ કહ્યું હતું કે, ટેકનોલોજી અને ગ્રીન ફ્યુઅલમાં ઝડપથી ફેરફાર થવાથી ઇલેક્ટ્રિક ઓટોમોબાઇલ્સની કિંમતમાં ઘટાડો થશે.

નવી દિલ્હી : જો તમે કાર કે બાઇક લેવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમને રાહત આપનાર છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ થોડા દિવસ પહેલા એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે, આવનારા એક વર્ષમાં ઇલેક્ટ્રિક વાહનો (Electric Vehicle)ની કિંમત પેટ્રોલ વાહનોની બરાબર હશે. તેમના આ નિવેદન બાદ કાર અને બાઈક ચલાવનારાઓ ખૂબ ખુશ છે. પેટ્રોલ-ડીઝલની વધતી કિંમત અને પ્રદૂષણને કારણે સરકાર અને લોકો ઇલેક્ટ્રિક વાહનો તરફ વળી રહ્યા છે. ઊંચા ભાવને કારણે લોકો ઇચ્છે તો પણ ઇલેક્ટ્રિક વાહન લઇ શકતા નથી. પરંતુ નીતિન ગડકરી દ્વારા વાહનોના ભાવને લઈને કરવામાં આવેલી જાહેરાત લોકોને રાહત આપનારી છે. તેમણે પોતાના સંબોધનમાં એમ પણ કહ્યું કે ભારતમાં આવનારો સમય ઇલેક્ટ્રિક મોબિલિટીનો છે.નીતિન ગડકરીએ એમ પણ કહ્યું હતું કે, ટેકનોલોજી અને ગ્રીન ફ્યુઅલમાં ઝડપથી ફેરફાર થવાથી ઇલેક્ટ્રિક ઓટોમોબાઇલ્સની કિંમતમાં ઘટાડો થશે. આ જ કારણ છે કે આગામી એક વર્ષમાં ઇલેક્ટ્રિક વાહનોની કિંમત પેટ્રોલથી ચાલતા વાહનોની બરાબર થઇ જશે. અસરકારક સ્વદેશી ઇંધણ તરફ વળવાની જરૂરિયાત વિશે વાત કરતાં ગડકરીએ આશા વ્યક્ત કરી હતી કે ઇલેક્ટ્રિક ઇંધણ ટૂંક સમયમાં વાસ્તવિકતા બની જશે.આ પહેલા તેમણે સાંસદોને પણ હાઈડ્રોજન ટેક્નોલોજી અપનાવવાની અપીલ કરી હતી. તેમણે સાંસદોને અપીલ કરી છે કે તેઓ તેમના લોકસભા મત વિસ્તારમાં ગટરના પાણીમાંથી ગ્રીન હાઇડ્રોજન બનાવવાની પહેલ કરે. આગામી સમયમાં હાઇડ્રોજન સૌથી સસ્તો ઇંધણ વિકલ્પ હશે.”લિથિયમ-આયન બેટરીના ભાવ ઝડપથી ઘટી રહ્યા છે. ઝીંક-આયન, એલ્યુમિનિયમ-આયન, સોડિયમ-આયન બેટરીને વધુ વિકસિત કરવામાં આવી રહી છે. તે દિવસ દૂર નથી, જ્યારે ઇલેક્ટ્રિક સ્કૂટર, કાર, ઓટો રિક્ષાની કિંમત પેટ્રોલથી ચાલતા સ્કૂટર, કાર, ઓટો રિક્ષાની બરાબર હશે.વધુમાં નીતિન ગડકરીએ ઇલેક્ટ્રિક વ્હિકલનો ફાયદો જણાવતા કહ્યું કે, જો તમે પેટ્રોલપર 100 રૂપિયા ખર્ચ કરી રહ્યા છો, તો ઇલેક્ટ્રિક વાહન ચલાવવામાં તેની કિંમત ઘટીને 10 રૂપિયા થઇ જશે. ઉલ્લખનીય છે કે આ પહેલા નીતિન ગડકરીએ ગ્રીન હાઇડ્રોજન ફ્યૂલ કાર લોન્ચ કરી હતી. ગ્રીન હાઇડ્રોજનથી ચાલતી કારના ઉપયોગ પર 1 રૂપિયા પ્રતિ કિમીથી પણ ઓછો ખર્ચ આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here