શેર બજારમાં 1.4 અબજ ડોલરનું રોકાણ ઠલવાશે

0
84
વૈશ્વિક ઈન્ડેક્સ સર્વિસિઝ પ્રોવાઈડર એમએસસીઆઈ દ્વારા તેના ગ્લોબલ સ્ટાન્ડર્ડ ઈન્ડેક્સમાં આઠ ભારતીય કંપનીઓના શેરોનો સમાવેશ કરવા અને એક શેરને દૂર કરવામાં આવ્યો છે. ત્રિમાસિક ઈન્ડેક્સ સમીક્ષાના ભાગરૂપ આ ફેરફાર કરાયા છે. જે ફેરફારોથી ફોરેન પેસિવ ફંડોમાંથી ૧.૪ અબજ ડોલર જેટલો રોકાણ પ્રવાહ ઠલવાય એવી શકયતા બતાવાઈ રહી છે. આ ફેરફારો ૩૧,ઓગસ્ટના અમલી બનશે.
એમએસસીઆઈ દ્વારા જારી કરાયેલી યાદી મુજબ તેના ગ્લોબલ સ્ટાન્ડર્ડ ઈન્ડેક્સમાં એચડીએફસી એસેટ મેનેજમેન્ટ, આઈડીએફસી ફર્સ્ટ બેંક, અશોક લેલેન્ડ, એસ્ટ્રલ, કયુમિન્સ ઈન્ડિયા કિર્લોસ્કર, આરઈસી, પાવર ફાઈનાન્સ કોર્પોરેશન અને સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝનો ઉમેરો કરવામાં આવ્યો છે. જ્યારે એસીસી લિ.ને બહાર કરાઈ છે. આઈઆઈએફએલ અલ્ટરનેટ રિસર્ચના અંદાજ મુજબ આઈડીએફસી ફર્સ્ટ બેંક, પાવર ફાઈનાન્સ કોર્પોરેશન અને અશોક લેલેન્ડમાં પેસિવ ફંડોમાંથી ૨૦ કરોડ ડોલરથી વધુ પ્રવાહ ઠલવાય એવી શકયતા છે. જ્યારે અન્ય પાંચ શેરોમાં ૧૫ કરોડ થી ૧૯ કરોડ ડોલર ઠલવાય એવી શકયતા છે.
ગ્લોબલ  સ્ટાન્ડર્ડ ઈન્ડેક્સમાંથી એસીસી બહાર થતા ૯.૮૦ કરોડ ડોલરના ફંડની જાવક જોવાય એવી શકયતા રહેશે. ઉલ્લેખનીય છે કે, એમએસસીઆઈ દ્વારા તેના ગ્લોબલ સ્મોલ કેપ ઈન્ડેક્સમાં ૪૦ શેરોનો ઉમેરો કરાયો છે અને ૧૧ શેરોને બહાર કરાયા છે. 
ગ્લોબલ સ્મોલ કેપ ઈન્ડેક્સમાં એશીયા-પેસિફિક રીજિયનમાંથી ભારતના સૌથી વધુ શેરોનો ઉમેરો થયો છે.  ૪૦ શેરોમાં એસીસી, આનંદ રાઠી વેલ્થ, ડ્રીમફોલ્કસ સર્વિસિઝ, ફાઈવ સ્ટાર બિઝનેસ ફાઈનાન્સ, ગ્લેનમાર્ક લાઈફસાયન્સિસ, ઈકરા, કલ્યાણ જવેલર્સ, માર્કસન્સ ફાર્મા, બેકર્સ ફૂડ, ન્યુલેન્ડ લેબોરેટરીઝ અને પટેલ એન્જિનિયરીંગનો સમાવેશ છે.
આ દરમિયાન આદિત્ય બિરલા કેપિટલ, અશોક લેલેન્ડ, એસ્ટ્રલ લિ., બીઈએમએલ લેન્ડ એસેટ, કયુમિન્સ ઈન્ડિયા, આઈડીએફસી ફર્સ્ટ બેંક, એનઆઈઆઈટી, પૈસાલો ડિજિટલ, આરઈસી, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ અને ટાટા કોમ્યુનિકેશન્સને ગ્લોબલ સ્મોલકેપ ઈન્ડેક્સમાંથી બહાર કરાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here