રશિયાએ ખેરસોનમાં કર્યો અંધાધૂંધ ગોળીબાર, નવજાત બાળક સહિત 7ના મોત, યુક્રેન સામે યુદ્ધ તીવ્ર બન્યું

0
39

સૈન્ય અધિકારીએ કહ્યું કે હુમલામાં 23 દિવસના બાળક અને તેના 12 વર્ષના ભાઈ સાથે તેના માતા-પિતા માર્યા ગયા

સ્ટેનિસ્લાવ ગામમાં એક ખ્રિસ્તી ધર્મગુરુ સહિત બે લોકો માર્યા ગયા

રશિયા અને યુક્રેન વચ્ચે 18 મહિના કરતાં પણ વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં બંને દેશો એકબીજા સામે વર્ચસ્વ વેળવવા માટે પોતા-પોતાની રણનીતિઓનું ઝડપી રીતે અમલ કરી રહ્યા છે. આ દરમિયાન ખેરસોનમાં રશિયાના ગોળીબારમાં એક નવજાત સહિત સાત લોકોએ જીવ ગુમાવી દીધા હતા. ખેરસોન ક્ષેત્રના એક સૈન્ય અધિકારીએ જણાવ્યું હતું કે અહીં હુમલામાં 23 દિવસના બાળક અને તેના 12 વર્ષના ભાઈ સાથે તેના માતા-પિતા માર્યા ગયા હતા.

અધિકારીએ સોશિયલ મીડિયા પર આપી માહિતી 
તેમણે ટેલિગ્રામ પર એક પોસ્ટમાં કહ્યું હતું કે  આજે ખેરસોનથી મળેલા અહેવાલો ખરેખર હચમચાવી મૂકે તેવા હતા. એક 23 દિવસની નવજાત સોફિયા, તેનો 12 વર્ષનો ભાઈ આર્ટેમ અને તેમના માતા પિતા રશિયાના ગોળીબારમાં માર્યા ગયા. ઉલ્લેખનીય છે કે સ્ટેનિસ્લાવ ગામમાં એક ખ્રિસ્તી ધર્મગુરુ સહિત બે લોકો માર્યા ગયા હતા. છેલ્લા 24 કલાકમાં ખાર્કિવના કુપિયાંસ્કમાંથી 36 બાળકો સહિત 111 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
કુપિયાંસ્કમાં 111 લોકોનું સ્થળાંતર
ખાર્કિવ ક્ષેત્રના સૈન્યના વડા ઓલેહ સિનિહુબોવે જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં કુપિયાંસ્ક જિલ્લામાંથી 36 બાળકો અને ચાર દિવ્યાંગ લોકો સહિત 111 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. સ્થાનિક સત્તાવાળાઓએ 9 ઓગસ્ટના રોજ ખાલી કરાવવાનો આદેશ જારી કર્યો હતો, ત્યારથી 71 બાળકો સહિત 204 લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here