આજે મહાપાલિકાનાં તમામ રસીકરણ કેન્દ્રો બંધ રહેશે

0
24
– મહારાષ્ટ્ર દિન નિમિત્તે જાહેર રજા
– નાક વાટે અપાતી રસી માટે બે દિવસમાં 67 વરિષ્ઠ નાગરિકો જ ઉમટયા

મહારાષ્ટ્ર દિન નિમિત્તે સાર્વજનિક રજા હોવાથી મુંબઈના મહાનગરપાલિકાના તમામ કોરોના રસીકરણ કેન્દ્રો પર કોરોના રસીકરણ બંધ રહેશે.

મહારાષ્ટ્ર દિન નિમિત્તે સોમવારે જાહેર રજા છે. આથી પહેલી મેના રોજ મુંબઈ મહાનગરપાલિકાના તમામ કોરોના રસીકરણ કેન્દ્રો પર રસીકરણ બંધ રાખવામાં આવશે. બીજી મેથી કોરોના રસીકરણ કેન્દ્રો ફરી પૂર્વવત્ શરુ થશે એમ મહાપાલિકા દ્વારા  જણાવાયું હતું. 

મુંબઈ મહાનગર પાલિકાના ૨૪ રસીકરણ કેન્દ્રો છે. આ રસીકરણ કેન્દ્રો પર કોરોના રસીનો પહેલો, બીજો તેમજ બૂસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે. બે દિવસ પહેલાં જ ઈન્કોવૅટિવ એ નાક વાટે અપાતી રસી ૬૦ વર્ષથી ઉપરના નાગરિકોને બૂસ્ટર ડોઝ તરીકે આપવાની શરુઆત કરી છે. જેનો બે દિવસમાં મુંબઈ શહેરના ૬૭ સિનીયર સિટીઝનોએ લાભ લીધો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here