દિવાળી પર લોન્ચ થશે ઓલા ઈલેક્ટ્રિક સ્પોર્ટ્સ કાર, CEO ભાવિશ અગ્રવાલે આપી જાણકારી

0
225
કંપની 2023ના અંત સુધીમાં ઈલેક્ટ્રિક કારનું ઉત્પાદન શરૂ કરી શકે છે.
ઓલા ઈલેક્ટ્રિક સ્પોર્ટી સેડાન suv અને હેચબેક કાર સાથે ફોર વ્હીલર માર્કેટમાં એન્ટ્રી મારી શકે છે.

નવી દિલ્હી: ઓલાના ફાઉન્ડર અને CEO ભાવિશ અગ્રવાલે મહત્વની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છે કે, તેઓ ભારતીય ગ્રાહકો માટે નવી ઈલેક્ટ્રિક સ્પોર્ટ્સ કાર લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યા છે. ભાવિશ અગ્રવાલે ટ્વિટ કરીને ઇલેક્ટ્રિક સ્કૂટરની S1 સિરીઝની આગામી MoveOS 3 અપડેટ વિશે વિગતવાર માહિતી આપી છે. ટેક હોંચોએ માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટર પર જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, અમે ભારતમાં અત્યારસુધીની એકદમ સ્પોર્ટી (Ola Electric) કાર બનાવવા જઈ રહ્યા છે.ભાવિશ અગ્રવાલે ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં MoveOS 3 ફીચરનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું છે. તેમણે અન્ય એક ટ્વિટમાં જણાવ્યું છે કે, આગામી અપડેટ દિવાળી પર લોન્ચ કરવામાં આવશે. ઓલા કાર ટીઝર વીડિયો અનુસાર ઓલા ઈલેક્ટ્રીક સ્પોર્ટી સેડાન કાર સાથે ફોર વ્હીલર માર્કેટમાં એન્ટ્રી મારી શકે છે. MoveOS 3 ફીચરમાં હિલ હોલ્ડ પ્રોક્સિમિટી અનલોક, મૂડ્સ, રિજેન v2, હાઈપરચેન્જિંગ, કોલિંગ, કી શેરિંગ તથા અન્ય ફીચર આપવામાં આવ્યા છે. ઓલા વૈશ્વિક સ્તરે આ ફીચરને લોન્ચ કરતું હોવાથી તે ખૂબ જ ગર્વની વાત છે. તાજેતરના એક રિપોર્ટ અનુસાર, ઓલા અલગ અલગ વિભાગોમાં 500 કર્મચારીઓને છૂટા કરવાની યોજના બનાવી રહ્યું છે. જેનો ઉદ્દેશ્ય ખર્ચ અને સંચાલનમાં સંતુલન સાધવાનો છે કંપની 2023ના અંત સુધીમાં ઈલેક્ટ્રિક કારનું ઉત્પાદન શરૂ કરી શકે છે. ઓલા ઈલેક્ટ્રિક સ્પોર્ટી સેડાન suv અને હેચબેક કાર સાથે ફોર વ્હીલર માર્કેટમાં એન્ટ્રી મારી શકે છે. કંપનીએ જાહેર કરેલ ટીઝર અનુસાર ઓલાની પહેલી કાર સેડાન સેગમેન્ટમાં આવી શકે છે. વિડીયામાં LED લાઈટીંગનો ઉપયોગ કરીને જે પ્રકારે કારની ડિઝાઈન દર્શાવવામાં આવી છે. તે અનુસાર કારની ડિઝાઈન સેડાન સાથે મેચ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here