સ્માર્ટ સિટીના શહેરીજનો સતર્ક રહેજો,અમદાવાદમાં કૂતરાં પછી હવે બિલાડી કરડવાના વધતા જતા કેસ

0
241
શહેરીજનોને વિવિધ પ્રાણીઓ કરડવાના કુલ મળીને ૨૬,૬૫૫ કેસ નોંધાવા પામ્યા હતા.
આ વર્ષે મે મહિના સુધીમાં કૂતરાં કરડવાનાં ૨૬,૦૬૭ અને બિલાડી કરડવાના ૩૪૧ કીસ્સા સામે આવ્યા હતા

અમદાવાદ : સ્માર્ટ સિટી અમદાવાદના શહેરીજનોને માત્ર કૂતરાં જ નહીં પરંતુ હવે બિલાડી કરડવાના કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.આ વર્ષે મે મહિના સુધીમાં કૂતરાં કરડવાના કુલ ૨૬,૦૮૭ બનાવ બનવા પામ્યા હતા.જયારે બિલાડી કરડવાના ૩૪૧ કેસ બનવા પામ્યા હતા.જયારે ત્રીજા ક્રમે વાંદરા કરડવાના ૭૪ કીસ્સા નોંધાયા હતા.બિલાડી કરડવાના વધતા કેસોને ધ્યાનમાં લઈ હવે શહેરીજનોએ સતર્ક બનવાની જરુર જણાઈ રહી છે. મે-૨૦૨૨ સુધીમાં શહેરીજનોને વિવિધ પ્રાણીઓ કરડવાના કુલ મળીને ૨૬,૬૫૫ કેસ નોંધાવા પામ્યા હતા.અમદાવાદ શહેરની સ્થાપના કરવાનો વિચાર એહમદશાહ બાદશાહને કૂતરા સામે થયેલા સસલાને જોઈને આવ્યો હતો.પરંતુ શહેરની સ્થાપનાને આજે ૬૧૧ વર્ષ થઈ ગયા છે.બદલાયેલી જીવન શૈલી જેમ માનવીઓને લાગૂ પડી રહી છે.એજ પ્રકારે વિવિધ પ્રાણીઓની જીવન શૈલીમાં પણ બદલાવ આવ્યો હોય એમ લાગી રહ્યુ છે.વર્ષ-૨૦૨૨ સુધીના સમયમાં અમદાવાદ શહેરમાં કૂતરાં કરડવાના ૨૬,૦૬૭ બનાવ બાદ બીજા ક્રમે બિલાડી કરડવાના ૩૪૧ કેસ નોંધાયા છે.વાંદરા કરડવાનો ક્રમ ત્રીજા ક્રમે ૭૪ કેસ સાથે આવ્યો છે.ઉંદર,સર્પદંશ સહિતના અન્ય કુલ ૭૩ કેસ સાથે મે-૨૦૨૨ સુધીમાં એનિમલ બાઈટના કુલ ૨૬૬૫૫ કેસ નોંધાયા હતા. આ અગાઉ વર્ષ-૨૦૨૧માં શહેરમાં કૂતરાં કરડવાના ૫૧,૬૬૮ કેસ, બિલાડી કરડવાના વર્ષ દરમિયાન કુલ ૬૭૭ કેસ નોંધાયા હતા.વાંદરા કરડવાના સમગ્ર વર્ષ દરમિયાન ૨૧૨ કેસ નોંધાયા હતા.જયારે અન્ય એનિમલ બાઈટના કુલ ૭૩ કેસ નોંધાયા હતા.આમ છેલ્લા બે વર્ષના એનિમલ બાઈટના નોંધાયેલા કેસની સંખ્યાને ધ્યાનમાં લેવામાં આવે તો માત્ર ૧૭ મહિનાના સમયમાં અમદાવાદમાં બિલાડી કરડવાના કુલ ૧૦૧૮ કેસ નોંધાયા હતા.વર્ષ-૨૦૨૧માં શહેરમાં વાંદરા કરડવાના કુલ ૨૧૨ કેસ નોંધાયા હતા.આમ ૧૭ મહિનાના સમયમાં શહેરીજનોને વાંદરા કરડયા હોય એવા કુલ કેસની સંખ્યા ૨૮૬ જેટલી થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here