PFIના 3 લાખ ફેમિલી ખાતામાં વિદેશથી ~500 કરોડ આવે છે

0
88
NIAનાં સૂત્રો અનુસાર પીએફઆઇને દર વર્ષે સાઉદી અરબ, કતાર, કુવૈત, યુએઇ અને બહેરીનથી 500 કરોડ રૂપિયા મળે છે.
ઉદયપુર અને અમરાવતી હત્યાકાંડના 3 આરોપીઓ અને ફૂલવારી શરીફ મોડ્યુલમાં ધરપકડ કરાયેલા લોકોમાંથી મોટા ભાગના પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (PFI) સાથે જોડાયેલા છે.

જયપુર : ઉદયપુર અને અમરાવતી હત્યાકાંડના 3 આરોપીઓ અને ફૂલવારી શરીફ મોડ્યુલમાં ધરપકડ કરાયેલા લોકોમાંથી મોટા ભાગના પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (PFI) સાથે જોડાયેલા છે. NIAનાં સૂત્રો અનુસાર પીએફઆઇને દર વર્ષે સાઉદી અરબ, કતાર, કુવૈત, યુએઇ અને બહેરીનથી 500 કરોડ રૂપિયા મળે છે. તેને ફેમિલ મેન્ટેનન્સના નામ પર અલગ અલગ ખાતાંમાં વેસ્ટર્ન યુનિયનથી મોકલાય છે. આ માટે પીએફઆઇ સભ્યોના 1 લાખ અને તેમનાં સગાંઓ તેમજ પરિચિતોનાં 2 લાખ ખાતાંનો ઉપયોગ કરાય છે. દર મહિને અલગ ખાતામાં રકમ આવે છે. NIAનું એન્ટિ ટેરર ફન્ડિંગ સેલ આટલી માતબર રકમ ક્યાં ખર્ચ થાય છે તે અંગે તપાસ કરી રહી છે. એક અધિકારી અનુસાર, પીએફઆઇ સિમી જેવી ભૂલ દોહરાવી રહ્યું નથી. સિમી પર 2001માં પ્રતિબંધ મુકાયો હતો. અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે પીએફઆઇ એવાં અનેક સંગઠનોને પૈસા આપી રહ્યું છે જે યુવાઓનું બ્રેનવોશ કરીને તેઓને કટ્ટરતા શીખવે છે. તેમાં પાકિસ્તાન ઉપરાંત ગલ્ફ દેશોથી જોડાયેલાં અનેક સંગઠનો સામેલ છે. પીએફઆઇ આવી ઘટનાઓ અને સરકારી નીતિઓ વિરુદ્વ આંદોલન પર પણ ખૂબ ખર્ચ કરે છે, જે કથિત રીતે મુસ્લિમ વિરોધી હોય છે. જેલમાં બંધ લોકોને કાનૂની મદદ કરાય છે. જો તપાસમાં PFI વિદેશથી આવતાં ફંડનો ઉપયોગ આતંકી ગતિવિધિઓ પાછળ કરે છે તે સામે આવશે તો તેના પર પ્રતિબંધ નક્કી છે. પીએફઆઇ સાથે જોડાયેલા અનેક લોકોના નામ આતંકી ઘટનામાં સામે આવ્યાં છે. અનેક રાજ્યોની ગુપ્તચર સંસ્થાઓ PFIની ગતિવિધિને શંકાસ્પદ ગણાવે છે. ઝારખંડે તેના પર પ્રતિબંધ મૂક્યો છે, જોકે હાઇકોર્ટે હટાવ્યો છે. આ વચ્ચે શનિવારે NIAએ મહારાષ્ટ્ર, યુપી, તેલંગાણા, ઝારખંડ, તમિલનાડુ, કેરળ, મધ્યપ્રદેશ, પ.બંગાળ, ગુજરાત અને રાજસ્થાનમાં આતંકી સંગઠનો સાથે જોડાયેલા 25 શકમંદોને કસ્ટડીમાં લીધા છે. આઇબી અને રાજ્યની ઇન્ટેલિજન્સ ટીમ પાસેથી મળેલા ઇનપુટ બાદ આ કાર્યવાહી કરાઇ છે. સૂત્રોનુસાર આગામી દિવસોમાં આ પ્રકારની વધુ કાર્યવાહી થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here