પલાળેલી બદામ ખાવાથી મળે છે અનેક સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ

0
591
સવારે પલાળેલી બદામ અને કિશમિશ એકસાથે ખાવાથી દિવસભર શરીરમાં એનર્જી જળવાઈ રહે છે. જેના કારણે કોઈપણ કામ કરવામાં થાક લાગતો નથી.
સવારે પલાળેલી બદામ અને કિશમિશ એકસાથે ખાવાથી દિવસભર શરીરમાં એનર્જી જળવાઈ રહે છે. જેના કારણે કોઈપણ કામ કરવામાં થાક લાગતો નથી.

તમે બધાએ પલાળેલી બદામ (Soaked Almonds) ખાવાના ફાયદા વિશે તો સાંભળ્યું જ હશે. તો તમારે ડાયટમાં કિશમિશને સામેલ કરવાના ફાયદાઓ વિશે પણ જાણવું જોઈએ. પરંતુ શું તમે પલાળેલી બદામ અને પલાળેલી કિશમિશ (Soaked Almonds)ને એકસાથે ખાવાના ફાયદા જાણો છો. તમને જણાવી દઈએ કે, સવારના નાસ્તા (Healthy Breakfast)માં પલાળેલી બદામ અને પલાળેલી કિશમિશ ખાવાથી સ્વાસ્થ્ય (Health)ને એક નહીં, પરંતુ અનેક ફાયદા થાય છે. આ સંદર્ભે આયુર્વેદ નિષ્ણાત ડૉ. દિક્ષા ભાવસારે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક મહત્વપૂર્ણ માહિતી શેર કરી છે સવારનો નાસ્તો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખાસ હોય છે. જે તમને દિવસભર એનર્જેર્ટીક રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ કારણોસર પલાળેલી બદામ અને પલાળેલી કિશમિશ, પ્રોટીન, મેગ્નેશિયમ, મેંગેનીઝ, કોપર, પ્રોટીન અને ફાઈબર જેવા તમામ પ્રકારના પોષક તત્વોથી ભરપૂર હોય છે. ચાલો જાણીએ કે, ડૉ. દીક્ષા ભાવસારના જણાવ્યા અનુસાર, નાસ્તામાં પલાળેલી બદામ અને પલાળેલી કિશમિશનો સમાવેશ કરવાથી સ્વાસ્થ્યને શું ફાયદા (Health Benefits) થાય છે.પીરિયડ ક્રેમ્પમાંથી રાહત-  સવારના નાસ્તામાં પલાળેલી બદામ અને પલાળેલી કિશમિશ એકસાથે ખાવાથી પીરિયડ ક્રેમ્પ્સની સમસ્યાથી છુટકારો મળે છે. આ સાથે તેને ખાવાથી પેટ પણ ભરેલું લાગે છે.એનર્જી મળે છે- સવારે પલાળેલી બદામ અને કિશમિશ એકસાથે ખાવાથી દિવસભર શરીરમાં એનર્જી જળવાઈ રહે છે. જેના કારણે કોઈપણ કામ કરવામાં થાક લાગતો નથી.પાચનક્રિયા રાખે છે સ્વસ્થ- નાસ્તામાં પલાળેલી બદામ અને પલાળેલી કિશમિશ એકસાથે ખાવાથી પાચનક્રિયા પણ સારી રહે છે. જેના કારણે એસિડિટીની સમસ્યા પણ દૂર થાય છેત્વચા અને વાળ માટે ફાયદાકારક-  પલાળેલી બદામ અને કિશમિશ એકસાથે ખાવાથી ત્વચા અને વાળનું સ્વાસ્થ્ય પણ સુધરે છે. બદામ અને કિસમિસ બંનેમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે સ્વાસ્થ્ય તેમજ ત્વચા અને વાળ માટે ફાયદાકારક છે.યાદશક્તિ રહે છે સારી-  પલાળેલી બદામ અને પલાળેલી કિશમિશ એકસાથે ખાવાથી મગજનું સ્વાસ્થ્ય સારું રહે છે. જેના કારણે યાદશક્તિ પણ સારી બને છે.કોલેસ્ટ્રોલ અને બીપીને રાખશે કંટ્રોલ- દરરોજ નાસ્તામાં પલાળેલી બદામ અને પલાળેલી કિશમિશનો સમાવેશ કરવાથી પણ કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here