અમદાવાદ: વધતા કોરોના કેસને કારણે વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી, અનેક શાળામાં ફરીથી Odd Even પદ્ધતિ શરૂ

0
334
કોરોનાના વધતા કેસના કારણે શાળાઓમાં 35થી 40 ટકા હાજરીમાં ઘટાડો નોંધાયો છે
કોરોનાના વધતા કેસના કારણે શાળાઓમાં 35થી 40 ટકા હાજરીમાં ઘટાડો નોંધાયો છે

અમદાવાદ: જેમ જેમ અમદાવાદ સહિત રાજ્યભરમાંકોરોનાનના કેસ વધી રહ્યા છે તેમ તેમ આરોગ્ય તંત્ર તો ચિંતિત બની રહ્યું છે. તેની સાથે શાળાએ જતા વિધાર્થીઓ અને તેના વાલીઓની પણ ચિંતા વધી રહી છે. હાલમાં કોરોનાના કેસમાં વધારો થતાં શાળામાં ફરી એકવાર વિધાર્થીઓની સંખ્યા ઘટી રહી છે. શાળામાં વિધાર્થીઓની સંખ્યામાં 35થી 40 ટકાનો ઘટાડો નોંધાયો છે. જેની સામે હવે શાળાઓએ વિધાર્થીઓનો અભ્યાસ ન બગડે માટે ઓનલાઇન અભ્યાસનીસાથે ઓડ ઇવન પદ્ધતિ લાગુ કરી દીધી છે.


કોરોનાના કારણે સૌથી વધુ અસર શિક્ષણ ક્ષેત્ર પર પડી છે. દોઢ વર્ષથી વધુ સમય માટે શાળાઓ બંધ રહેતા ઓનલાઇન એજ્યુકેશનનો વિકલ્પ ખુલ્યો હોવા છતાં વિધાર્થીમાં ઓનલાઇન અભ્યાસની કોઈ ખાસ અસર ન થઈ. જોકે કોરોનાના કેસ ઘટતા ફરી શાળાઓમાં ઓફલાઇન વર્ગો તબક્કાવાર શરૂ થયા. પણ હાલ ફરી કોરોનાનો કહેર વધી રહ્યો છે. જેને લઈ વાલીઓ ફરી ચિંતામાં છે કે, ફરી ક્યાંક શાળાઓ બંધ ન થઈ જાય. જોકે, શાળાના સંચાલકો પણ આ બાબતે ચિંતિત બન્યા છે. કારણ કે, કોરોનાના વધતા કેસના કારણે શાળાઓમાં 35થી40 ટકા હાજરીમાં ઘટાડો નોંધાયો છે.રાણીપની ગીતા સ્કૂલના પ્રિન્સિપાલ પ્રવીણભાઈ જણાવે છે કે, વિધાર્થીઓનો અભ્યાસ ન બગડે માટે ઓનલાઇન એજ્યુકેશન તો ચાલુ જ છે પણ સાથે વાલીઓને પણ ચિંતા ન રહે અને વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે માટે ઓડ ઇવન પદ્ધતિ શરૂ કરી છે. એક ક્લાસમાં 70ની સંખ્યા જેટલા વિધાર્થીઓ હોય તેને જોતા વિધાર્થીઓને અઠવાડિયામાં ત્રણ દિવસ સોમ, બુધ અને શુક્ર વારે બોલાવી અભ્યાસ કરાવવો. જ્યારે વિધાર્થીનિઓને મંગળ, ગુરૂ અને શનિ એમ ત્રણ દિવસ બોલાવી અભ્યાસ કરાવવાનું આયોજન કર્યું છે. જેથી વિધાર્થીઓમાં સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાય અને સંક્રમણનો ડર ન રહે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here