જાવેદ અખ્તર સામેના આરએસએસની કથિત બદનક્ષી પ્રકરણે 20 માર્ચે કોર્ટ ચુકાદો અપાશે

0
42
બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ સેશન્સ કોર્ટે આદેશ બાકી રાખ્યો
મુંબઈ: બોલીવુડ ગીતકાર જાવેદ અખ્તર સામે દાખલ થયેલા બદનક્ષીના કેસમાં સેશન્સ કોર્ટમાં બંને પક્ષની દલીલો પૂરી થઈ છે. કોર્ટે આ પ્રકરણનો ચુકાદો બાકી રાખ્યો છે અને ૨૦ માર્ચના રોજ ચુકાદો આપવામાં આવશે.

કેસની સુનાવણીમાં અખ્તરના વકિલે દલીલ કરી હતી કે અરજદાર સંતોષ દુબેને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વતી કેસ દાખલ કરવાનો કોઈ અધિકાર નથી.  સેશન્સ કોર્ટને એમ પણ જણાવ્યું હતું કે કોર્ટે અખ્તર સામેનું સમન્સ કેસની પૂરી હકીકત ધ્યાનમાં લીધા વિના જારી કર્યું છે.

આની સામે અરજદારના વકિલે કોર્ટને જણાવ્યું હતું કે પોતે આરએસએસ સાથે સંકળાયેલી સેલ્ફ એમ્પ્લોય્ડ  વ્યક્તિ છે અને આથી તેને અરજી કરવાનો અધિકાર છે. 

મુલુંડ મેજિસ્ટ્રેટ કોર્ટે જારી કરેલા સમન્સને પડકારીને અખ્તરે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી.  અખ્તરને તેમની સામે નોંધાયેલા બદનક્ષીના કેસની સુનાવણી માટે હાજર રહેવા જણાવ્યું હતું. 

તાલિબાનને આરએસએસ સાથે સરખાવવા બદલ અખ્તર સામે કેસ નોંધાયો હતો. ૨૦૨૧માં એક ન્યુઝ પોર્ટલને આપેલી મુલાકાતમાં આ નિવેદન કર્યું હતું. 

મુંબઈ સ્થિત વકિલ સંતોષ દુબેએ અખ્તરને રૂ. ૧૦૦ કરોડની બદનક્ષી કરતી નોટિસ મોકલાવીને આરોપ કર્યો હતો કે તેમના નિવેદન ખોટા અને બદનક્ષી કરનારા છે અને આરએસએસની પ્રતિમા અને શાનને નુકસાન કરનારા છે. દુબેએ અખ્તરને બિનશરતી માફી માગવાનું જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here