Unique Innovation: દક્ષિણ ગુજરાત યુનિ.ના પ્રોફેસર અને વિદ્યાર્થીઓએ પાણીનું એક પણ ટીપું વાપર્યા વગર પ્લાસ્ટિક વેસ્ટમાંથી ઈંટ બનાવી, જાણો શું છે ખાસિયત

0
32
Surat News: સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસર અને વિદ્યાર્થીઓ દ્વારા વેસ્ટ પ્લાસ્ટિકની બોટલમાંથી એક એવો બ્લોક તૈયાર કર્યો છે તે બાંધકામમાં વાપરવામાં આવતી ઇંટને પણ ટક્કર આપી શકે છે. સૌથી મહત્વની વાત એ છેકે પ્લાસ્ટિકમાંથી તૈયાર કરવામાં આવેલી આ ઇંટમાં પાણીનો જરા પણ ઉપયોગ કરવામાં આવ્યો નથી.

વિશ્વભરમાં પ્લાસ્ટિક વેસ્ટ એક મોટી સમસ્યા બની છે ત્યારે આ વેસ્ટનો ઉપયોગ કરીને કંઇક અનોખું બનાવવા માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર વિજ્ઞાનના પ્રોફેસર અને તેમના વિદ્યાર્થીઓએ એક ખાસ પ્રોજેક્ટ હાથ ધર્યો હતો. આ પ્રોજેક્ટ અંતર્ગત આ ટીમે કેમ્પસમાં ફેંકવામાં આવતી પાણીની પ્લાસ્ટિકની બોટલ ભેગી કરી હતી. એકત્ર થયેલી બોટલો પર સંશોધન કરવામાં આવ્યું અને રેતી તથા સિમેન્ટનો ઉપયોગ કરીને એક બ્લોક તૈયાર કરવામાં આવ્યો.

પ્લાસ્ટિકના ઉપયોગથી તૈયાર કરવામાં આવેલો બ્લોક બાંધકામમાં વપરાતા સિમેન્ટના બ્લોક અથવા ઇંટ કરતા પણ ખૂબજ મજબૂત છે. પ્લાસ્ટિકમાંથી બનાવાયેલી ઇંટની ગુણવત્તા અને ખાસિયતને પ્રમાણિત કરવા માટે સુરતની સરદાર વલ્લભભાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં મોકલવામાં આવી હતી અને આ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તેને પ્રમાણિત કરવામાં આવી છે.

આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા પ્રોફેસર ઇશ્વર પટેલે જણાવ્યું હતું કે, વિશ્વકક્ષાએ જોવામાં આવે તો પ્લાસ્ટિકને ડિકમ્પોઝ કરવું એ સૌથી મોટી સમસ્યા છે. આ વર્ષો સુધી ચાલતી પ્રક્રિયા છે. પ્લાસ્ટિક વેસ્ટમાં દરરોજ વધારો થઇ રહ્યો છે અને તેને રિસાઇકલ કરવું ઘણું મુશ્કેલ છે. એનું કારણ એ છેકે તેનો ટોક્સિક ગેસ પણ પર્યાવરણને અસર છે. અમે તેમાં કંઇક ઇનેવેટિવ કરીને પ્લાસ્ટિકને મોલ્ડ કર્યું અને તેમાં સિમેન્ટ-રેતીને મિક્સ કર્યું. જેમાં પાણીના એક ટીપાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો નથી. આ પ્રકારે આ ઇંટ તૈયાર કરવામાં આવી છે.

પ્રોફેસરે વધુમાં જણાવ્યું હતું કે, આ ઇંટ અન્ય ઇંટોની સરખામણીએ મજબૂત અને સારી છે. જ્યારે માત્ર સિમેન્ટની ઇંટ કે બ્લોક બનાવવામાં આવે ત્યારે લાંબ સમય બાદ તેમાં ખાર પડી જાય છે અને દરાર થવાની શક્યતાઓ રહે છે. જ્યારે આ ઇંટમાં એવી કોઇ શક્યતા રહેતી નથી. એનું કારણ માત્ર એ છેકે આ ઇંટમાં સિમેન્ટ-રેતી અને પ્લાસ્ટિકનો ઉપયોગ કરાયો છે. આ ઇંટમાં 50 ટકા કરતા વધુ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેના કારણે પ્લાસ્ટિકને ડીકમ્પોઝ કરવાની સમસ્યાનું પણ નિરાકરણ આવી જાય છે. કિંમતની દૃષ્ટિએ જોઇએ તો આ સસ્તુ મળી શકે છે.

પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને બનાવેલા બ્લોક અન્ય બ્લોક કરતા ખુબ જ મજબુત અને સારા છે. માત્ર સિમેન્ટના બ્લોકમાં ઘણા સમય બાદ તેમાં ખાર પડવાથી તિરાડ પડવાની સંભાવના રહેતી હોય છે પણ વિદ્યાર્થીઓએ બનાવેલા બ્લોકમાં તેવી શક્યતા નથી. કારણ કે તેમાં માત્ર રેતી સિમેન્ટ અને પ્લાસ્ટિક છે. તેમાં 50 ટકાથી વધુ પ્લાસ્ટીકનો ઉપયોગ કરાયેલો છે. આ પર્યાવરણ લક્ષી પ્લાસ્ટિક બ્લોક કિમંતમાં પણ સસ્તા મળી શકે છે અને પ્લાસ્ટિક ડીકમ્પોઝીશનની સમસ્યા પણ હલ થઇ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here