કેન્દ્ર સરકાર મારાં બાળકોના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ હેક કરે છે : પ્રિયંકા

0
316
.આ પહેલાં સરકાર પર પ્રહાર કરતાં રવિવારે પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે, સરકારનું કામ શું છે?
.આ પહેલાં સરકાર પર પ્રહાર કરતાં રવિવારે પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે, સરકારનું કામ શું છે?

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ મંગળવારે લખનઉમાં ફોન ટેપિંગ અને ઈડીના દરોડા વિશે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું છે કે, ફોન ટેપિંગની તો વાત જ છોડી દો, કેન્દ્ર સરકાર મારા બાળકોના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ હેક કરે છે. શું તેમની પાસે કોઈ કામ નથી?નોંધનીય છેકે, હાલ યુપીમાં પોન ટેપિંગ મુદ્દો ખૂબ ચર્ચામાં છે. આ પહેલાં પેગાસસ જાસુસી કેસ સામે આવ્યા પછી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યા હતા. કોંગ્રેસ નેતાએ સંસદ બહાર પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું સંભવિત ટાર્ગેટ નથી, મારો ફોન ટેપ કરવામા આવ્યો હતો. માત્ર મારો નહીં પણ ઘણાં ફોન ટેપ કરવામાં આવ્યા છે.પ્રિયંકા પહેલાં અખિલેશ યાદવે ફોન ટેપિંગ મુદ્દે સરકાર પર આરોપ લગાવતા કહ્યું હતું કે, અમારા બધા ફોન કોલ્સ સાંભળવામાં આવે છે. સપા કાર્યાલયના બધા ફોન ટેપ થઈ રહ્યા છે. સીએમ જાતે જ સાંજે અમુક ફોન કોલ્સ સાંભળતા હોય છે. તમે (પત્રકાર) પણ જો અમારી સાથે વાત કરો છો તો તમારી વાતો પણ સાંભળવામાં આવી રહી છે. વિચારો આ સરકાર કેટલી બિનઉપયોગી છે.આ પહેલાં સરકાર પર પ્રહાર કરતાં રવિવારે પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે, સરકારનું કામ શું છે? વિકાસ કરવાનો, લોકોની મુશ્કેલીનો ઉકેલ લાવવાનો, અત્યાચાર રોકવાનો, પરંતુ તેની જગ્યાએ સરકાર વિપક્ષનો ફોન ટેપ કરવામાં વ્યસ્ત છે.થોડા દિવસ પહેલાં રાહુલ ગાંધીએ સરકાર પર જનતા સાથે જોડાયેલા મુદ્દાઓ પર સંસદમાં ચર્ચા નહીં કરાયાના આરોપ લગાવ્યા અને દાવો કર્યો કે તેમના તરફથી લદ્દાખનો મુદ્દો પણ દબાવી દેવામાં આવ્યો. રાહુલ ગાંધીએ એવુ પણ કહ્યું કે, ગૃહ રાજ્યમંત્રી અજય કુમાર મિશ્રાને સસ્પેન્ડ કરવા જોઈએ અને ગૃહમાં લખીમપુર ખીરી કેસ વિશે ચર્ચા થવી જોઈએ. રાહુલ ગાંધીએ કહ્યું, પેગાસસનો મુદ્દો આંતરરાષ્ટ્રીય મુદ્દો હતો. કોઈ અન્ય દેશમાં ભારતના ડેટા રાખવામાં આવ્યા છે. સરકારે આ વિશે પણ ચર્ચા ના થવા દીધી. લોકતંત્ર પર સતત આક્રમણ થઈ રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here