સોનાની કિંમતમાં વધારો, ચાંદીનો ભાવ Rs 62,000 નજીક પહોંચ્યો

0
168
આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે.
આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે.

બુધવારે સવારે એમસીએક્સ (MCX) પર સોનાની કિંમત (Gold price)માં 0.06 ટકાનો વધારો જણાયો હતો.

નવી દિલ્હી: વિશ્વમાં કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોન (Omicron variant)ના વધી રહેલા ખતરા વચ્ચે શેર બજાર (Indian share market)થી લઈને સોના-ચાંદી વાયદા બજારમાં રોકાણકારો ફૂંકી ફૂંકીને પગલાં ભરી રહ્યા છે. બુધવારે સવારે એમસીએક્સ (MCX) પર સોનાની કિંમત (Gold price)માં 0.06 ટકાનો વધારો જણાયો હતો. સવારે ભાવ 29 રૂપિયા વધીને પ્રતિ 10 ગ્રામ 48,096 રૂપિયા જોવાયો હતો. જ્યારે ચાંદીની કિંમતમાં 0.16 ટકાનો વધારો થયો હતો. 1 કિલોગ્રામ ચાંદીની કિંમત 62 હજાર નજીક એટલે કે 61,901 રૂપિયા પર પહોંચી છેબીજી તરફ આ અઠવાડિયે હાજર સોનાની માંગમાં વધારો થયો છે. લોકો એવું માનીને સોનાની ખરીદી કરવા માટે દોડી રહ્યા છે કે સોનાની કિંમત નજીકના ભવિષ્યમાં વધી શકે છે. બીજી તરફ ક્રિસમસને લઈને પણ સોનાની માંગ વધી છે.ભારતીય બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા પ્રમાણે મંગળવારે સ્પોટ માર્કેટમાં 10 ગ્રામ સોનાની કિંમત 48,311 રૂપિયા, જ્યારે ચાંદીની કિંમત 61,659 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા સાત દિવસથી સોનાની સ્પોટ કિંમત 48,000 રૂપિયાથી વધારે રહી છે.24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. ‘BIS Care app’ મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here