શાહરુખના દીકરાએ ડ્રગ્સ લેવાની વાત સ્વીકારીને કહ્યું- ‘હા, હું ચરસ લેતો હતો’

0
418
મુંબઈમાં ઈમ્તિયાઝની પોતાની એક ક્રિકેટટીમ પણ છે અને તે બોલિવૂડ ફિલ્મોમાં રૂપિયા ઈન્વેસ્ટ કરે છે.આર્યનના વકીલ સતીશ માનસિંદેએ કહ્યું હતું કે સૌપ્રથમ હું કિલ્લા કોર્ટના આદેશની કોપી જોઇશ
મુંબઈમાં ઈમ્તિયાઝની પોતાની એક ક્રિકેટટીમ પણ છે અને તે બોલિવૂડ ફિલ્મોમાં રૂપિયા ઈન્વેસ્ટ કરે છે.આર્યનના વકીલ સતીશ માનસિંદેએ કહ્યું હતું કે સૌપ્રથમ હું કિલ્લા કોર્ટના આદેશની કોપી જોઇશ

શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનની જામીન અરજી ફગાવી દેવાઈ છે. હાલ તે આર્થર રોડ જેલમાં છે. જામીન અરજી ફગાવી દીધા પછી આર્યનના વકીલ સતીશ માનસિંદે હવે સેશન કોર્ટમાં જામીન માટે અરજી કરશે. આ દરમિયાન એક વાત ખબર પડી છે કે આર્યન અને અરબાઝ મર્ચન્ટે NCBની પૂછપરછ દરમિયાન ડ્રગ્સ લેતા હોવાની વાત સ્વીકારી છે. આર્યને કહ્યું હતું કે ‘હા, હું ચરસ લેતો હતો.’ આર્યને કોર્ટમાં પંચનામામાં જણાવ્યું છે કે તપાસ દરમિયાન અરબાઝના બૂટમાંથી ડ્રગ્સનું પાઉચ મળ્યું હતું. અરબાઝ પાસેથી 6 ગ્રામ ચરસ મળ્યું હતું.ઈમ્તિયાઝ પ્રોડ્યુસરની સાથોસાથ બિલ્ડર પણ છે. તેના નામની ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની છે. 2017માં વીવીઆઈપી યુનિવર્સલ એન્ટરટેઈનમેન્ટ નામની એક કંપની બનાવી હતી. તે બોલિવૂડમાં નવા કલાકારોને ચાન્સ આપે છે. મુંબઈમાં ઈમ્તિયાઝની પોતાની એક ક્રિકેટટીમ પણ છે અને તે બોલિવૂડ ફિલ્મોમાં રૂપિયા ઈન્વેસ્ટ કરે છે.આર્યનના વકીલ સતીશ માનસિંદેએ કહ્યું હતું કે સૌપ્રથમ હું કિલ્લા કોર્ટના આદેશની કોપી જોઇશ અને પછી સોમવારે નક્કી કરીશ કે શું કરવાનું છે. સતીશે શુક્રવારે કોર્ટમાં દલીલ કરી હતી કે આર્યનનો કોઈ ક્રિમિનલ રેકોર્ડ નથી. તે બોલિવૂડમાંથી છે અને આમંત્રણ મળવા પર ક્રૂઝ પર ગયો હતો. તેનો મોબાઈલ ફોરેન્સિકમાં તપાસ માટે મોકલવામાં આવ્યો છે. એ સિવાય તેની પાસેથી કંઈ મળ્યું નથી.વધુમાં સતીશે કહ્યું હતું કે આર્યનનો પરિવાર મુંબઈમાં રહે છે. તેની પાસે ઇન્ડિયન પાસપોર્ટ છે અને એવું પણ નથી કે તે ભાગી જશે. પુરાવા સાથે છેડછાડ કરવાનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી, આથી આર્યનને જામીન આપવા જોઈએ. તો બીજી તરફ NCBએ વિરોધ કરીને કહ્યું હતું કે આ કેસમાં જામીન પર સુનાવણી સેશન કોર્ટમાં થવી જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here