બોલિવૂડ એક્ટર કમાલ આર. ખાનની ધરપકડ, એરપોર્ટથી મુંબઈ પોલીસે અટકાયત કરી

0
66
કેઆરકે હંમેશાં પોતાના વિવાદિત નિવેદનને લઈને ચર્ચામાં રહે છે. તેઓ સોશિયલ મીડિયા પર હંમેશાં પોતાના પક્ષ રાખવા માટે ટ્રોલ કરવામાં આવે છે,
હાલમાં જ પોતાના વિવાદાસ્પદ ટ્વીટના કારણે બોલિવૂડ એક્ટર કમાલ રાશિદ ખાનની ધરકકડ કરવામાં આવી છે.

મુંબઈ : કેઆરકે હંમેશાં પોતાના વિવાદિત નિવેદનને લઈને ચર્ચામાં રહે છે. તેઓ સોશિયલ મીડિયા પર હંમેશાં પોતાના પક્ષ રાખવા માટે ટ્રોલ કરવામાં આવે છે, પરંતુ આ વખતે તેમની આ રીત તેમના પર જ ભારે પડી ગઈ છે. હાલમાં જ પોતાના વિવાદાસ્પદ ટ્વીટના કારણે બોલિવૂડ એક્ટર કમાલ રાશિદ ખાનની ધરકકડ કરવામાં આવી છે. રિપોર્ટ્સના અનુસાર, તેમને મલાડ પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેના પછી પોલીસે તેમની પૂછપરછ માટે ધરકપકડ કરી લીધી છે. રિપોર્ટ્સના અનુસાર, કેઆરકેનું આ ટ્ટીટ બે વર્ષ જૂનું છે, જેને લઈને તેની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વર્ષ 2020માં તેણે એક વિવાદાસ્પદ ટ્વીટ કરી હતી. જેના કારણે તે હવે કાનૂની મુશ્કેલી ફસાય ગયો છે.સૂત્રોના અનુસાર, તેણે મંગળવારે બોરીવલીની કોર્ટમાં રજૂ કરવામાં આવશે. કમાલને મુંબઈ એરપોર્ટ પર અટકાયત કરવામાં આવી હતી અને પૂછપરછ પછી તેણી ધરકપડ કરવામાં આવી. કમાલ બે વર્ષ પછી મુંબઈથી પરત ફર્યો હતો.કમાલ પર 2020માં યુવા સેનાની કોર કમિટીએ મલાડ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી હતી. કમેટીના સભ્ય કનલનો આરોપ હતો કે કમાલે દિવંગત એક્ટર ઈરફાન ખાન અને ઋષિ કપૂરને લઈને વાંધાજનક ટ્વીટ કરી હતી. આ મામલે પોલીસે કમાલની વિરુદ્ધ સેક્શન 294 અંતર્ગત કેસ દાખલ કર્યો હતો.2020માં ઈરફાનનું મૃત્યુ 29 એપ્રિલ સવારે 11:11 વાગે થયું હતું, જ્યારે ઋષિ કપૂરે 30 એપ્રિલે સવારે 8:45 વાગે અંતિમ શ્વાસ લીધા હતા. તેના પછી કેઆરકેએ આ ટ્વીટ કરી હતી- હું સિરિયસ થઈને આ વાત કરવા માગુ છું કે મેં થોડા દિવસ પહેલા જ કહ્યું હતું, કોરોના ત્યાં સુધી નહીં જાય જ્યાં સુધી કેટલાક ફેમસ લોકોને તે પોતાની સાથે નહીં લઈ જાય. ત્યારે મેં નામ નહોતું લખ્યું, કેમ કે લોકો મને ગાળો આપત, પરંતુ હું પહેલાથી જાણતો હતો કે ઋષિ કપૂર અને ઈરફાન ખાન જશે. મને એ પણ ખબર છે કે હવે કોણો નંબર આવવાનો છે.ફરિયાદી રાહુલ કનાલ કહે છે કે મારી ફરિયાદ પર હું કમાલ આર ખાનની ધરપકડ કરું છું. આ સાથે તેણે મુંબઈ પોલીસનું સમર્થન કરતાં કહ્યું કે હું પણ પોલીસની આ કાર્યવાહીને આવકારું છું. કેઆરકે સોશિયલ મીડિયા પર અભદ્ર ભાષાનો ઉપયોગ કરે છે અને વાંધાજનક ટિપ્પણી કરે છે. તેની ધરપકડ કરીને પોલીસે સ્ટ્રોન્ગ મેસેજ આપ્યો છે. આવા લોકોને સમાજમાં સ્વીકારી શકાય નહીં. કમાલ આર ખાન હંમેશાં ભડકાઉ અને વિવાદાસ્પદ નિવેદનોને કારણે સોશિયલ મીડિયા પર વારંવાર ટ્રોલ થાય છે. શાહરૂખ ખાનથી માંડી હૃતિક રોશન સુધી તે દરેકની ફિલ્મોની ટીકા કરે છે અને તેમની વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદનો આપે છે. પોતાને ફિલ્મ ક્રિટિત માનતા કેઆરકેએ થોડા દિવસ પહેલા ઋહિત રોશન અને કંગનાને ટ્વીટ કરી હતી. તે સિવાય શાહરૂખની ફિલ્મ પઠાનના પોસ્ટરને પણ ચોરીનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here