કેનાલમાં પગ લપસતા 23 વર્ષનો ભાઇ ડૂબ્યો, નાની બહેન બચાવવા ગઇ, બંને ડૂબ્યાં

0
419
આ દરમિયાન ડીઝલ એન્જિનમાં પાઇપ લીકેજ હોવાના કારણે છાણ નાખવાની જરૂરિયાત પડતાં ધ્રુવ ડીઝલ એન્જિનમાં નાખ્યા બાદ ડોલ ધોવા માટે કેનાલના કિનારે ગયા હ
આ દરમિયાન ડીઝલ એન્જિનમાં પાઇપ લીકેજ હોવાના કારણે છાણ નાખવાની જરૂરિયાત પડતાં ધ્રુવ ડીઝલ એન્જિનમાં નાખ્યા બાદ ડોલ ધોવા માટે કેનાલના કિનારે ગયા હ

 ધ્રુવ નવીનભાઇ પટેલ તેમના પિતાનું એકમાત્ર સંતાન છે. જ્યારે પ્રાચી અમૃતભાઈ પટેલ પણ એક પુત્ર અને એક પુત્રી પૈકી એક જ દીકરી હોવાનું જાણવા મળ્યું છે.

પાટણ: ચદ્રુમણા ગામનીસીમમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં (brother sister drowned in Narmada canal ) પિતરાઇ ભાઈ અને બહેન ડૂબવાની ઘટના બની છે. જેમાં 23 વર્ષીય ધ્રુવ પટેલકેનાલ નજીક ડીઝલ એન્જીનમાં ડીઝલ પુરવા જતા પગ લપસી જતા ડૂબવા લાગ્યો હતો. ત્યારે 11 વર્ષની બહેન પ્રાચી તેને બચાવવા ગઇ હતી. પરંતુ આ ગોઝારી ઘટનામાં બંને ડૂબી ગયા છે. બનાવની જાણ થતા સ્થાનિક લોકો ત્યાં દોડી આવ્યા હતા અને ફાયર ફાઈટર અને પોલીસને જાણ કરી હતી. ફાયર ફાઈટરના તરવૈયાઓ દ્વારા કેનાલમા ભાઇ અને બહેનની શોધખોળ શરુ કરી છે. પોતાના વ્હાલસોયા સંતાનોને ગુમાવવાને કારણે પરિવાર પર જાણે દુખનો પહાડ તૂટી પડ્યો છે.આ અંગે મળતી માહિતી પ્રમાણે, કંબોઈથી ચંદ્રુમાણા ગામની સીમ વિસ્તારમાં પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ ઉપરની સાંજે સાડા પાંચ વાગ્યાની આસપાસની આ ઘટના છે. ચંદ્રમાણા ગામના આશાસ્પદ પિતરાઇ ભાઇ બહેન પટેલ ધ્રુવકુમાર નવીનભાઈ પટેલ અને પ્રાચી પટેલ ડીઝલ એન્જિનમાં ડીઝલ નાખવા માટે આવ્યા હતા. આ દરમિયાન ડીઝલ એન્જિનમાં પાઇપ લીકેજ હોવાના કારણે છાણ નાખવાની જરૂરિયાત પડતાં ધ્રુવ ડીઝલ એન્જિનમાં નાખ્યા બાદ ડોલ ધોવા માટે કેનાલના કિનારે ગયા હતા.જ્યાં અંદર પગ મૂકતાં તે અચાનક લપસી પડ્યો હતો. જેથી કિનારે ઉભેલી નાની બહેન પ્રાચી બૂમાબૂમ કરી હતી જે બાદ તે પોતે જ ભાઇને બચાવવા ઝંપલાવ્યું હતું. જેના કારણે બંને ભાઇ બહેન કેનાલમાં સરકી ગયા હતા.આ અંગેની જાણ કેનાલ ઉપરના ખેડૂતોએ ગામમાં કરી હતી. જેથી ભોગ બનનારના પરિવારજનો અને ગામના લોકો ઘટના સ્થળે દોડી આવીને શોધખોળ આદરી હતી. પરંતુ આ ભાઇ બહેનની કોઇ ભાળ મળી ન હતી. નોંધનીય છે કે, ધ્રુવ નવીનભાઇ પટેલ તેમના પિતાનું એકમાત્ર સંતાન છે. જ્યારે પ્રાચી અમૃતભાઈ પટેલ પણ એક પુત્ર અને એક પુત્રી પૈકી એક જ દીકરી હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here