લતા મંગેશકર હજી પણ ICUમાં, થોડાં દિવસ હોસ્પિટલમાં રહેશે

0
313
આ પહેલાં ડૉક્ટરે એમ કહ્યું હતું કે લતા મંગેશકરને 10-12 દિવસ હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે.
આ પહેલાં ડૉક્ટરે એમ કહ્યું હતું કે લતા મંગેશકરને 10-12 દિવસ હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે.

92 વર્ષીય ભારત રત્ન ગાયિકા લતા મંગેશકરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને હાલમાં તેઓ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં એડમિટ છે. તેઓ ICU (ઇન્ટેસિવ કેર યુનિટ)માં છે. ગુરુવાર, 13 જાન્યુઆરીના રોજ લતા મંગેશકરની તબિયત અંગે ડૉ. પ્રતીક સમધાનીએ વાત કરી હતી. નોંધનીય છે કે વડાપ્રધાન મોદીએ મંગળવાર, 11 જાન્યુઆરીના રોજ ફોન કરીને લતા મંગેશકરની તબિયત અંગે માહિતી મેળવી હતી.ડૉ. પ્રતીતના જણાવ્યા પ્રમાણે, સિંગર લતા મંગેશકર હજી પણ ICU વોર્ડમાં છે, પરંતુ તેમની તબિયતમાં થોડો સુધારો થયો છે.ઉલ્લેખનીય છે કે લતા મંગેશકરને કોવિડની સાથે સાથે ન્યુમોનિયા પણ થયો છે. આ પહેલાં ડૉક્ટરે એમ કહ્યું હતું કે લતા મંગેશકરને 10-12 દિવસ હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે. તેઓ હાલમાં ઓક્સિજન સપોર્ટ પર છે.લતા મંગેશકરને 8 જાન્યુઆરીના રોજ એડમિટ કરવામાં આવ્યાં હતાં.લતા મંગેશકરની બહેન ઉષા મંગેશકરે ‘બોમ્બે ટાઇમ્સ’ સાથેની વાતચીતમાં કહ્યું હતું, ‘તેમની તબિયત અત્યારે સારી છે. કોરોનાની કોઈ અસર તેમની પર થઈ નથી. તેમને ન્યુમોનિયા છે અને તે પણ આજે ઠીક થઈ જશે. હવે તેઓ ઘણાં જ સ્વસ્થ છે અને એકાદ બે દિવસમાં જ તેમને રજા આપી દેવામાં આવશે.’લતાજીને સંગીતની દુનિયામાં 80 વર્ષ થઈ ચૂક્યા છે. આ દરમિયાન તેમણે 30 હજારથી વધુ ગીતો ગાયા છે. 2001માં ભારત સરકારે તેમને ભારત રત્નથી સન્માનિત કર્યાં હતાં. 1989માં તેમને દાદા સાહેબ ફાળકે અવોર્ડથી નવાજમાં આવ્યાં હતાં

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here