મંત્રીઓને ચોક્કસ સમયમાં કામો પૂરાં કરી દેવાનો ટાર્ગેટ આપ્યો : સી આર પાટીલ

0
253
મંત્રીઓને પોતાના વિભાગના કામ ઝડપથી પૂર્ણ કરવાનું જણાવ્યું છે.સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠક માટેનો આદેશ બુધવારે બપોરે જ આપવામાં આવ્યો હતો
મંત્રીઓને પોતાના વિભાગના કામ ઝડપથી પૂર્ણ કરવાનું જણાવ્યું છે.સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠક માટેનો આદેશ બુધવારે બપોરે જ આપવામાં આવ્યો હતો

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વર્ષે યોજાવાની છે. જૂની સરકાર બદલાઈ અને નવી સરકારને ચારેક મહિના જેટલો સમય થયો છે. હવે આ સરકાર પાસે વધુ સમય નથી અને એટલે જ ચૂંટણીને લક્ષમાં રાખીને ભાજપ પ્રમુખ સી આર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બુધવારે સાંજે મંત્રીઓની તાબડતોબ બેઠક બોલાવી હતી. આ બેઠકમાં પાટીલે તમામ મંત્રીઓને પોતાના વિભાગના કામ ઝડપથી પૂર્ણ કરવાનું જણાવ્યું છે.સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠક માટેનો આદેશ બુધવારે બપોરે જ આપવામાં આવ્યો હતો અને દરેક મંત્રીને પોતાના વિભાગના અત્યાર સુધીના થયેલાં કામો અને નજીકના ભવિષ્યમાં જે કાર્યો થઇ શકે તેની બ્લૂપ્રિન્ટ લઇને આવવા જણાવાયું હતું. આ દરમિયાન પાટીલે કહ્યું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે લાંબો સમય છે તેવા વિચારમાં રહેવાને બદલે ઝડપથી તમામ કામો પૂર્ણ કરો. આ બેઠક આમ તો મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને જ યોજાઇ હતી, પરંતુ મુખ્યમંત્રી કરતાં વધુ સંબોધન પાટીલે જ કર્યું હતું. જો કે પાટીલ મંત્રીમંડળના કોઇપણ સભ્યના કામથી અસંતુષ્ટ હોય તેવું લાગ્યું નહોતું.સૂત્રોએ જણાવ્યું કે પક્ષ પ્રમુખે જે વાત કરી તેમાં એ રણકો હતો કે હજુ સુધી નવી સરકારની કામગીરીને લઇને લોકોમાં જોઇએ તેવી છાપ ઉપસી નથી. હવેના સમયમાં દરેક મંત્રીએ આ દિશામાં ઝડપથી કામ કરવું જોઈશેહવે આ મીટિંગ બાદ ટૂંક સમયમાં જ ગુજરાત સરકાર પ્રજાલક્ષી કાર્યો અને યોજનાઓની જાહેરાતો કરશે. આ ઉપરાંત ખૂબ લોકપ્રિય એવું બજેટ રજૂ કરીને તેના થકી જ ચૂંટણીલક્ષી એજન્ડા તૈયાર થશે. સરકારને તેના રુટિન કામકાજમાંથી બહાર આવીને ફાસ્ટટ્રેક પર મોટી જાહેરાત કરવા માટે અને તે અનુસાર સરકારના અધિકારીઓને પણ ટાર્ગેટ આપવામાં આવશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here