સુરતના કડોદરા GIDCમાં આગ, બેના મોત, 15ને ઈજા

0
112
આગ લાગતા પોલીસના ઉચ્ચ અધિકારી અને તાલુકા મામલતદાર ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા.ફાયર ઓફિસરના જણાવ્યા પ્રમાણે, આ ગોઝારી ઘટનામાં હાઇડ્રોલિક ક્રેઇન દ્વારા 100થી વધુ લોકનું રેસ્ક્યુ કરીને બચાવવામાં આવ્યા છે.
આગ લાગતા પોલીસના ઉચ્ચ અધિકારી અને તાલુકા મામલતદાર ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા.ફાયર ઓફિસરના જણાવ્યા પ્રમાણે, આ ગોઝારી ઘટનામાં હાઇડ્રોલિક ક્રેઇન દ્વારા 100થી વધુ લોકનું રેસ્ક્યુ કરીને બચાવવામાં આવ્યા છે.

સુરતઃ સુરતના કડોદરા જીઆઈડીસીમાં આગની ઘટના બની છે. વિવા પેકેજિંગ મિલમાં ભીષણ આગ લાગી છે. આગને કાબુમાં લેવા માટે 10થી વધુ ફાયર ફાયટરો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. વિવા પેકેજિંગ મિલમાં પાંચ માળની બિલ્ડિંગ આવેલી છે. આગથી બચવા માટે કામ કરતા મજૂરો જીવ બચાવવા માટે બિલ્ડિંગ કુદતા જોવા મળ્યા હતા. આ દુર્ઘટનામાં બે વ્યક્તિઓના મોત થયા છે. તો આગમાં 15 લોકો દાઝી ગયા હોવાની માહિતી સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે, 2 હાઇડ્રોલિક ક્રેન વડે મિલના કામદારોને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સાથે ફસાયેલા 100થી વધુ લોકોને બચાવવામાં આવ્યા છે. આગ લાગતા પોલીસના ઉચ્ચ અધિકારી અને તાલુકા મામલતદાર ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા.ફાયર ઓફિસરના જણાવ્યા પ્રમાણે, આ ગોઝારી ઘટનામાં હાઇડ્રોલિક ક્રેઇન દ્વારા 100થી વધુ લોકનું રેસ્ક્યુ કરીને બચાવવામાં આવ્યા છે. ફાયર વિભાગના આવતા પહેલા કેટલાક કામદારો ઉપરથી નીચે પણ કૂદ્યા હતા પરંતુ તેમા કોઇ જાનહાની થઇ નથી.એસડીએમ, કે. જી વાઘેલાએ ન્યૂઝ18ગુજરાતીને માહિતી આપતા જણાવ્યું કે, આ ઘટના સવારે 4.30 કલાકની આસપાસ બની હતી. સવા સો જેટલા લોકોને રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યા છે. એક વ્યક્તિના મોતની પુષ્ટી થઇ છે પરંતુ આ આગ કાબૂમાં આવે તે બાદ પરિસ્થિતિની વધારે ખબર પડશે. બેઝમેન્ટમાં લાગેલી આગને બૂઝવવા માટે ફોર્મનો ઉપયોગ થઇ રહ્યો છે. ત્યાં કોઇ કામદાર બેભાન અવસ્થામાં છે કે નહીં તે પણ જોવામાં આવી રહ્યુ છે.માહિતી પ્રમાણે GIDCમાં આવેલી કંપનીમાં વહેલી સવારે સાડા ચાર વાગ્યે આગ લાગી હતી. ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વિવા પેકેજીંગ કંપનીમાં બનાવ બનતા કામદારોએ બચવા માટે ભાગદોડ કરી હતી. તો ઘણા લોકો છત પર જોવા મળ્યા હતા. જ્યાંથી તેમને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here