સુરત : કામરેજમાં 9.5, માંડવીમાં 7.5 ઇંચ : સુરતમાં 7 ઇંચ વરસાદથી કોઝવે ઓવરફ્લો

0
111
સુરત સ્થિત તાપીના ઉપરવાસના કામરેજ માંડવીમાં વીતેલા 24 કલાકમાં ભારે વરસાદ ઝીંકાતા તાપી નદીમાં પાણીનો મોટો જથ્થો આવતા મોડી રાતથી કાઝવે બંધ કરી દેવાયો છે.
સુરત જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે પાણીની રેલમછેલ થઈ રહી છે. જેમાં બુધવારે સવારે છ વાગ્યા થી લઈને આજે ગુરુવારે સવારે છ વાગ્યા સુધીના 24 કલાકમાં દેમાર વરસાદ ઝીંકાયો છે. આ વરસાદમાં સુરત નજીકના કામરેજ તાલુકામાં 9.5 ઇંચ, માંડવીમાં 7.5 ઇંચ અને સુરતમાં 7 ઇંચ વરસાદ નોંધાયો હતો.
આ વરસાદનું પાણી સીધું સુરત સ્થિત તાપી નદીમાં ઠલવાતા કોઝવેમાં હેવી ઇન્ફલો આવતા ઓવરફ્લો થતાં લોકોની અને વાહનોની અવરજવર માટે બંધ કરી દેવાયો છે. હાલ કોઝવેની ભયજનક સપાટી 6 મીટર થી ઉપર 6.12 મીટરે પાણી વહી રહ્યું છે. આમ ચોમાસાની પ્રથમ રાઉન્ડમાં જ કોઝવે બંધ કરી દેવાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here