પ્રેમ લગ્નની અદાવતમાં રાજસ્થાનથી આવ્યું 100 જણનું ધાડું, પિતા-પુત્રનું અપહરણ, માલપુરમાં હિજરત

0
313
માલપુર તાલુકાના જીતપુર ગામના વાલ્મીકી ફળીયામાં રાજસ્થાનથી ૧૫ ગાડીઓમાં પુરુષ અને મહિલાઓ ત્રાટકી 11 વર્ષીય બાળક અને તેના પીતાનું અપહરણ કરી ફરાર થઇ જતા ભારે ચકચાર મચી ગઈ હતી.
માલપુર તાલુકાના જીતપુર ગામના વાલ્મીકી ફળીયામાં રાજસ્થાનથી ૧૫ ગાડીઓમાં પુરુષ અને મહિલાઓ ત્રાટકી 11 વર્ષીય બાળક અને તેના પીતાનું અપહરણ કરી ફરાર થઇ જતા ભારે ચકચાર મચી ગઈ હતી.

અરવલ્લી : આ કહાણી કોઈ 90ના દશકની ફિલ્મી કહાણી જેવી લાગશે. 21મી સદીના હાઇટેક યુગમાં પ્રેમ પ્રકરણ જેવી બાબતોમાં પાડોશી રાજ્ય રાજસ્થાનથી ગાડીઓમાં ટોળાને ટોળા ભરીને લોકો આવ્યા અને અરવલ્લીના માલપુર (Arvalli Malpur) ગામમાંથી વાલ્મિકી સમાજના (Valmiki community) પિતા-પુત્રનું અપહરણ (Kidnapping) કરી ગયા. આ ઘટના બાદ ડરના માર્યા 50 જેટલા લોકો ઢોરૃઢાંખર મૂકીને હિજરત કરી ગયા.રાજસ્થાનની યુવતી સાથે વાલ્મીકી સમાજના યુવકે પ્રેમલગ્ન કરી લેતા યુવતીના પરિવારજનો અને સગા-સંબંધી પ્રેમલગ્ન કરનાર યુવકના કૌટુંબીક ભાઈ અને પુત્રને ઉઠાવી લઇ તેમના ઘરમાં તોડફોડ કરવાની સાથે લૂંટ ચલાવતા સમગ્ર પંથકમાં ભારે ભયનો માહોલ પ્રવર્તી રહ્યો છે અરવલ્લી જીલ્લામાં યુવતીઓ અને સગીરાના અપહરણના અનેક કિસ્સાઓ નોંધાઈ ચુક્યા છે ત્યારે માલપુર તાલુકાના જીતપુર ગામના વાલ્મીકી ફળીયામાં રાજસ્થાનથી ૧૫ ગાડીઓમાં પુરુષ અને મહિલાઓ ત્રાટકી 11 વર્ષીય બાળક અને તેના પીતાનું અપહરણ કરી ફરાર થઇ જતા ભારે ચકચાર મચી ગઈ હતી.વાલ્મીકી સમાજના લોકોએ પીતા-પુત્રનું અપહરણ થતા ગાડીઓનો પીછો કરી એક ગાડી પકડી લઇ ગાડીમાં સવાર મહિલાઓ અને પુરુષને માલપુર પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરી પીતા-પુત્રના અપહરણનો ગુન્હો દાખલ કરવા તજવીજ હાથધરી હતી.ત્યારબાદ રાત્રીના સમયે પિતા-પુત્રને પરત માલપુર મોકલવામાં આવ્યા હતા અને અપહરણ થનાર યુવકે 100 લોકોના ટોળા સામે એટ્રોસિટી એક્ટ અન્વયે ગુનો નોંધાવ્યો હતો.રાજસ્થાનના 100 લોકોના ટોળાને પ્રેમલગ્ન કરનાર યુવક-યુવતી તો હાથ ન લાગ્યા પરંતુ યુવતીના પરિવારજનોનો રોષનો ભોગ અન્ય નિર્દોષ પરિવારજનો બન્યા હતા વાલ્મીકી ફળિયામાં રહેતા સંજય ભાઈ અને તેમના પુત્રનું ધોળે દહાડે અપહરણ થતા વાલ્મીકિ સમાજ સહીત સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here