વિવિધ રાજ્યો અને UTમાં ફેક્ટરીઓનું નિરીક્ષણ લગભગ ત્રણ ગણું વધીને 13 વર્ષની ટોચે

0
66

– શ્રમ વિભાગ દ્વારા ૨૦૧૯માં હાથ ધરવામાં આવેલા નિરીક્ષણોની કુલ સંખ્યા ૮૫,૫૫૮ હતી જે ૨૦૧૮ માં ૨૮,૪૮૯

શ્રમ વિભાગ દ્વારા વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેક્ટરીઓનું નિરીક્ષણ ૨૦૧૯માં લગભગ ત્રણ ગણું વધીને ૧૩ વર્ષની ટોચે પહોંચ્યું છે. લેબર બ્યુરો દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના ડેટા અનુસાર, ૨૦૧૯માં શ્રમ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા નિરીક્ષણોની કુલ સંખ્યા વધીને ૮૫,૫૫૮ થઈ ગઈ છે, જે ૨૦૧૮માં ૨૮,૪૮૯ હતી.

લેબર બ્યુરો દ્વારા ફેક્ટરી ઇન્સ્પેક્શન પર જાહેર કરવામાં આવેલ ડેટા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ડેટાનું સંકલન છે. તે ફેક્ટરી એક્ટ, ૧૯૪૮ હેઠળ તૈયાર કરવામાં આવે છે, જેમાં તમામ રજિસ્ટર્ડ ફેક્ટરીઓએ તેમના સ્થાનિક શ્રમ કમિશનરોને વાર્ષિક વૈધાનિક રિટર્ન અને વહીવટી અહેવાલો ફાઇલ કરવા જરૂરી છે.

૨૦૦૬ માં ૯૨,૨૬૧ પરીક્ષણો કરવામાં આવ્યા હતા, જે ૨૦૧૯માં કરવામાં આવેલા પરીક્ષણોની સંખ્યા કરતા વધારે છે. કાયદા હેઠળ ઘડવામાં આવેલા નિયમો અનુસાર, નિરીક્ષક સ્તરના કર્મચારીએ કામદારો, ટ્રેડ યુનિયનો, ખાનગી વ્યક્તિઓ વગેરેની ફરિયાદોની તપાસ કરવાની હોય છે.
કુલ ૨,૩૪,૬૯૬ રજિસ્ટર્ડ ફેક્ટરીઓમાંથી, ૬૯,૩૨૮ ફેક્ટરીઓ (૨૯.૫ ટકા)નું ૨૦૧૯ માં માત્ર એક જ વાર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જ્યારે ૧૫,૨૭૨ (૬.૫ ટકા) ફેક્ટરીઓનું બે વાર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને ૫૮૪ ફેક્ટરીઓ (૦.૨ ટકા)નું ત્રણ વખત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
જાણકારોએ જણાવ્યું હતું કે આ વધારાનું મુખ્ય કારણ મોટા ઔદ્યોગિક રાજ્યો હોઈ શકે છે, જેમણે અગાઉ ડેટા ફાઇલ કર્યા ન હોય અને આ વર્ષે આમ કર્યું હોય. જેના કારણે લેબર બ્યુરોના આંકડાઓમાં વધઘટ જોવા મળી રહી છે. આવા ઉલ્લંઘનો મોટાભાગે નાના અને મધ્યમ પાયાના શ્રમ-સઘન સાહસો દ્વારા કરવામાં આવે છે. તેમની પાસે કાયદાની જોગવાઈઓનું પાલન કરવા માટે સંસાધનો નથી.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here