ત્રણ દશક પછી ઓસ્ટ્રેલિયાથી આવ્યા કોઈ PM, આ રીતે મોદીએ બદલી તસવીર, ચીનની વધી ચિંતા

0
35
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીજ 4 દિવસ ભારતના પ્રવાસે છે. હોળીના અવસરે એન્થનીએ ગુજરાતમાં ધૂમધામ પૂર્વક હોળી રમી અને આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ નિહાળી. આ દરમિયાન બંને વચ્ચે ખૂબ જ સારું બોન્ડિંગ જવા મળ્યું છે. એટલું જ નહીં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનનું એક કારોબારી પ્રતિનિધિમંજળ પણ તેમની સાથે આવ્યું છે. જે ભારતમાં ઘણી મહત્ત્વની બિઝનેસ ડીલ્સ કરશે. બંને દેશ જાપાન અને અમેરિકાની સાથે ક્વોડ સંગઠનનો પણ ભાગ છે. જે હિન્દ મહાસાગરમાં ચીન માટે પડકાર બની શકે છે. છેલ્લાં કેટલાક વર્ષોમાં ઓસ્ટ્રેલિયા ભારતની નજીક આવ્યું છે. જોકે, તેમની સાથે ચીનની દૂરી વધી રહી છે.એટલું જ નહીં વર્ષ 2022માં ચીન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થનારા કારોબારમાં વર્ષ 2021 કરતાં 3.9 ટકાનો ઘટાડો થયો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી ચીનમાં કરાતા એક્સપોર્ટમાં તો 13.1 ટકાનો ઘટાડો યો હતો. તો ભારત સાથે ઝડપથી ઓસ્ટ્રેલિયાના સંબંધ મજબૂત થયા છે. 21મી સદીના બીજા દશકમાં કદાચ એવો દેશ હશે. જેના ભારત સાથેના સંબંધ આટલા ઝડપથી મજબૂત થયા છે. જેની શરૂઆત વર્ષ 2014માં થઈ હતી. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર ગયા હતાં. આવું છેલ્લાં ત્રણ દશક પછી પહેલીવાર આવું હતું. આ પહેલાં વર્ષ 1986માં રાજીવ ગાંધી ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયા હતાં.

આ રીતે છેલ્લાં ત્રણ દશક સુધી ભારતના કોઈ વડાપ્રધાન ઓસ્ટ્રેલિયા નહીં જવા અંગે કહી શાકાય કે બંને એક બીજા હતાં. જોકે, હવે ઓસ્ટ્રેલિયા અને ભારત કારોબારી ઉપરાંત રણનીતિક રીતે પણ મહત્ત્વના સાથી બની ગયા છે. ક્રિકેટ મામલે બંને દેશોમાં ઘણાં વર્ષોથી સારા સંબંધો છે. હવે રાજકીય સંબંધો પણ મજબૂત થઈ ગયા છે. જેથી ટેસ્ટ ક્રિકેટ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી બની છે. જેનું નામ જ એલન બોર્ડર અને સુનિલ ગાવસ્કર જેવા મહાન ક્રિકેટર પરથી રાખવામાં આવ્યું છે. વર્ષ 2012માં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન જૂલિયા ગિલાર્ડ ભારતના પ્રવાસે આવ્યા હતાં. પણ હવે સંબંધો વધુ મજબૂત થયા છે.

ગયા વર્ષે 10 મંત્રી ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયા હતાં.
બંને દેશોમાં લોકતાંત્રિક પરંપરા છે. ભાષા અંગ્રેજી છે અને બંનેનું ઇન્ડો-પેસિફિક રિઝનમાં રાજકીય હિત પણ છે. એક તરફ ચીન આ ભેત્રમાં જાપાન, ઓસ્ટ્રેલિયા જેવા દેશ માટે ખતરા સમાન છે તો અમેરિકા પણ ભારતની સાથે છે અને ચાર દેશોના ક્વાડ સંગઠથી તેને પડકાર આપે છે. હવે તો ઓસ્ટ્રેલિયા પણ ભારતની એટલું નદીક છે કે, ગયા વર્ષે 10 કેન્દ્રીય મંત્રીઓ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે હતાં. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગયા વર્ષે જ ઇકોનોમિક કોપરેશન એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ પર પણ સાઇન થયા છે.

આ અંતર્ગત ઓસ્ટ્રેલિયા ખૂબ જ મોટા પ્રમાણમાં લિથિયમ અને કબાલ્ટની સપ્લાય કરશે. ઓસ્ટ્રેલિયામાં તેનો મોટો ભંડાર છે. જેને લીધે ભારતને સોલર એનર્જી સહિત ઘણી ક્લીન ટેક્નોલોજી ડેવલપ કરવામાં મદદ મળશે. આ ઉપરાંત ઇલેક્ટ્રિક વ્હીકલ્સ અંગે પણ ભારતને મદદ મળશે. એટલું જ નહીં મોબાઇલ ફોન, ફ્લેટ સ્ક્રિન મોનિટર, વિન્ડ ટર્બાઇન પણ ભારતને બનાવવામાં મદદ મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here