ટ્રમ્પની કાનૂની ફસામણ 2024 થી વધુ ચાલશે : રાષ્ટ્રપતિ પણ માફી નહીં આપી શકે

0
71
– ભારતીય-અમેરિકન એટર્નીનું મંતવ્ય
– ”આ કેસમાં ‘પ્રેસિડેન્શયલ પાર્ડન’ લાગુ પડતું નથી જુદા જુદા રાજયોમાં પણ કેસો થવા સંભવ છે”

અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કાનુની યુદ્ધ તત્કાલ પુરું થવા સંભવ નથી અને તે ૨૦૨૪ ની પ્રમુખપદની ચુંટણીથી પણ વધુ ચાલવા સંભવ છે. તેમ ન્યુયોર્ક સ્થિત ઈન્ડિયન-અમેરિકન એટર્ની રવિ બાત્રા જણાવે છે. તેઓ વધુમાં કહે છે કે આ કેસમાં ‘પ્રેસિડેન્શયલ માર્ડન’ પણ લાગુ પડે નહીં.

૭૬ વર્ષના ટ્રમ્પ ઉપર ન્યૂયોર્કમાં ફોજદારી કાનુની નીચે કોર્ટમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ટ્રમ્પ અમેરિકાના પહેલા જેવા પૂર્વ પ્રમુખ બની રહેશે કે જેમની ઉપર ફોજદારી ધારા નીચે ગુનો દાખલ કરાયો હોય, ધરપકડ થઈ હોય એ તે ધારા નીચે કાનુની કાર્યવાહી પણ થઈ હોય.

પોતાના ધંધાના મોટા રેકોર્ડ રચવા માટે પણ ટ્રમ્પ ઉપર ૩૪ આરોપો મુકાયા છે પરંતુ ટ્રમ્પે તે દરેકમાં પોતે નિર્દોષ હોવાનું ન્યૂયોર્ક રાજયની સુપ્રીમ કોર્ટના જસ્ટીસ જુયાન એમ. આર્યનને કહ્યું હતું.

આ અંગે ન્યૂયોર્ક સ્થિત ઈન્ડિયન-અમેરિકન એટર્ની રવિ બાત્રાએ જણાવ્યું હતું કે આ કેસ બે વર્ષથી પણ વધુ સમય સુધી ચાલે તેવી પુરી શક્યતા છે. તેથી ૨૦૨૪ ના ઉનાળામાં ભારે રીપબ્લિકને પાર્ટીનું સંમેલન મળશે તે પૂર્વે કેસ તો પુરો થવા સંભવ જ નથી. તેથી (નવેમ્બર-૨૦૨૪ માં) પ્રમુખ પદની ચુંટણી માટે ટ્રમ્પને તેમનો પક્ષ-રિપબ્લિકન-પક્ષ પોતાના ઉમેદવાર તરીકે રાખી નહીં શકે. ટ્રમ્પ ઉપર એક મોડલ ફીલ્મ સ્ટાર સ્ટોર્મી ડેનીયલને તેની સાથેના સંબંધો અંગે મુંગા રહેવા માટે ૧,૩૦,૦૦૦ ડૉલર આપવામાં આવ્યા હતા. આ ઘટના ૨૦૧૬ ની પ્રમુખપદની ચુંટણી પહેલાની હતી. તે ચુંટણીમાં તો ટ્રમ્પ વિજયી પણ થયા હતા. તેથી સમગ્ર ઘટના દબાઈ રહી હતી.

હવે ટ્રમ્પ તકસીરવાન ઠર્યા છે પરંતુ તેમને રાષ્ટ્રપતિ બાયડન માફી નહીં આપી શકે. કારણ કે તે ગુનો (હરામની માપવાનો ગુનો) ન્યૂયોર્ક રાજયમાં બન્યો છે. તેથી રાજયના ગવર્નર જ માફી આપી શકે તેવો અમેરિકાનો કાનુન છે. ટ્રમ્પ રીપબ્લિકન છે. જ્યારે ન્યૂયોર્કના ગવર્નર ડેમોક્રેટ છે. તેઓ માફી આપે તે સંભાવના નહીવત છે.

આ ઉપરાંત જુદા જુદા રાજયોમાં પણ તેઓની ઉપર કેસો થવા સંભવ છે. તેથી ૨૦૨૪ ની પ્રમુખપદની ચૂંટણી માટે ટ્રમ્પને તેમનો પક્ષ રીપબ્લિકન પક્ષ તેમને પ્રમુખપદના ઉમેદવાર તરીકે પસંદ કરે તે તદ્દન અસંભવ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here