સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં સુધારા કરવાની ભારતની માંગણીનુ હવે સાઉદી અરબે પણ સમર્થન કર્યુ

0
39
સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં સુધારા કરવાની ભારતની માંગણીનુ હવે સાઉદી અરબે પણ સમર્થન કર્યુ છે.
અમેરિકા પર અકળાયું સાઉદી અરબ, UNમાં સુધારા અંગે ભારતની માગણીને આપ્યું જોરદાર સમર્થન

વોશિંગ્ટન: ગાઝામાં તાત્કાલિક અસરથી યુધ્ધ વિરામ લાગુ કરવાના સુરક્ષા પરિષદમાં મુકાયેલા પ્રસ્તાવ પર અમેરિકાએ વિટો વાપર્યા બાદ સાઉદી અરબ રોષે ભરાયુ છે. સાઉદીએ એ પછી બુધવારે ભારતનુ સમર્થન કરતા કહ્યુ હતુ કે, દુનિયામાં શાંતિ અને સુરક્ષા જાળવવા માટે સુરક્ષા પરિષદે પોતાનુ બેવડુ વલણ છોડવુ પડશે અને હવે સુરક્ષા પરિષદમાં સુધારા કરવાની પહેલા કરતા પણ વધારે જરૂર છે.ભારતના વિદેશ મંત્રી એસ જયશંકેર આ સંદર્ભમાં ચીન પર આડકતરી રીતે કટાક્ષ કરતા કહ્યુ હતુ કે, સુરક્ષા પરિષદમાં સુધારા કરવા માટેનો સૌથી વિરોધ કોઈ પશ્ચિમ દેશ નથી કરી રહ્યુ. જ્યારે સંયુક્ત રાષ્ટ્રની રચના થઈ ત્યારે તેમાં 50 સભ્યો હતા. આજે તેના સભ્ય દેશોની સંખ્યા ચાર ગણી વધી ચુકી છે તો કોમન સેન્સની વાત છે કે, સુરક્ષા પરિષદમાં પણ સુધારા કરવાની જરુર છે.તેમણે આગળ કહ્યુ હતુ કે, આજે જે સ્થિતિ છે તેના માટે પશ્ચિમના દેશો પણ જવાબદાર છે. તેમણે નવા સભ્ય દેશોને અત્યાર સુધી મદદ કરી નથી. બદલાવ માટે બીજા દેશોએ ભેગા મળીને સતત સંઘર્ષ કરવો પડશે.ઉલ્લેખનીય છે કે, અત્યારે સુરક્ષા પરિષદમાં પાંચ દેશો કાયમી સભ્ય છે. જેમાં ચીનને બાદ કરીને બીજા ચાર દેશો ભારતને સુરક્ષા પરિષદમાં કાયમી સભ્ય તરીકે સ્થાન આપવા માટે તૈયાર છે.બીજી તરફ સુરક્ષા પરિષદની બેઠકમાં 20 ફેબ્રુઆરીએ અલ્જિરિયા દ્વારા પ્રસ્તાવ રજૂ કરાયો હતો. જેમાં તમામ બંધકોની મુક્તિની સાથે સાથે ગાઝામાં યુધ્ધ વિરામની સાથે સહાય પહોંચાડવાની માંગ કરવામાં આવી હતી. અમેરિકાએ ગાઝામાં યુધ્ધ વિરામના પ્રસ્તાવ પર પોતાનો વિટો પાવર વાપરીને આ પ્રસ્તાવને મંજૂર થવા દીધો નહોતો. જેના કારણે મુસ્લિમ દેશો નારાજ છે અને હવે સાઉદી અરબને પણ લાગી રહ્યુ છે કે, સુરક્ષા પરિષદમાં સુધારા કરવાની જરૂર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here