હિમાલયના 90% ભાગમાં આખુ વર્ષ દુષ્કાળની સ્થિતિ જોવા મળશે, અભ્યાસમાં સામે આવ્યા તથ્યો

0
118
એક નવા સંશોધનમાં હિમાલયમાં દુષ્કાળને લઈને અમુક તથ્ય સામે આવ્યા છે.
ગ્લોબલ વોર્મિંગ 3 ડિગ્રી સેલ્સિયસ વધી જાય છે તો હિમાલય વિસ્તારના લગભગ 90 ટકા ભાગમાં એક વર્ષ સુધી દુષ્કાળ રહેશે.

નવી દિલ્હી: એક નવા સંશોધનમાં હિમાલયમાં દુષ્કાળને લઈને અમુક તથ્ય સામે આવ્યા છે. સંશોધન અનુસાર જો ગ્લોબલ વોર્મિંગ 3 ડિગ્રી સેલ્સિયસ વધી જાય છે તો હિમાલય વિસ્તારના લગભગ 90 ટકા ભાગમાં એક વર્ષ સુધી દુષ્કાળ રહેશે.અભ્યાસ અનુસાર ગ્લોબલ વોર્મિંગને 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી મર્યાદિત કરવાના પેરિસ કરારના તાપમાન લક્ષ્યોનું પાલન કરીને ભારતમાં ગરમીના તણાવના વધતા માનવ જોખમથી 80 ટકા સુધી બચાવી શકાય છે જ્યારે તાપમાનમાં 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થાય છે.યુકેમાં પૂર્વ એંગ્લિયા યુનિવર્સિટી (યુઈએ)ના સંશોધનકર્તાના નેતૃત્વ વાળી ટીમે એ નક્કી કર્યુ કે ગ્લોબલ વોર્મિંગનું સ્તર વધવાની સાથે જ રાષ્ટ્રીય સ્તરે માનવ અને કુદરતી સિસ્ટમો માટે ક્લાઈમેટ ચેન્જનું જોખમ કેવી રીતે વધી જાય છે.ભારત, બ્રાઝિલ, ચીન, ઈજિપ્ત, ઇથોપિયા અને ઘાના પર કેન્દ્રિત આઠ અભ્યાસના સંગ્રહથી જાણ થાય છે કે ગ્લોબલ વોર્મિંગની દરેક ડિગ્રી માટે દુષ્કાળ, પૂર, પાકની પેદાશમાં ઘટાડો અને જૈવ વિવિધતા તેમજ કુદરતી મૂડીના નુકસાનમાં ખૂબ વધારો થાય છે. જેમાં ભારતમાં 3-4 ડિગ્રી ગ્લોબલ વોર્મિંગ પર પરાગનયન અડધા કરતા ઓછુ થઈ જાય છે જ્યારે 1.5 ડિગ્રી પર એક ક્વાર્ટરનો ઘટાડો થઈ જાય છે.સંશોધનકર્તાઓએ કહ્યુ કે વોર્મિંગને 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી સીમિત કરવાથી અડધા દેશને જૈવ વિવિધતા માટે આશ્રય તરીકે કાર્ય કરવાની અનુમતિ મળે છે, જ્યારે 3 ડિગ્રી પર આ 6 ટકા છે. ટીમે જાણ્યુ કે 3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધવાની સાથે કૃષિ ભૂમિના દુષ્કાળની ચપેટમાં આવવાની શક્યતામાં ખૂબ મોટો વધારો થયો છે. અભ્યાસમાં કરવામાં આવેલા પ્રત્યેક દેશમાં 50 ટકાથી વધુ કૃષિ ભૂમિ 30 વર્ષના સમયગાળામાં એક વર્ષથી વધુ સમય સુધી ગંભીર દુષ્કાળના સંપર્કમાં રહેવાનું અનુમાન છે.જોકે, ગ્લોબલ વોર્મિંગને 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી મર્યાદિત કરવાથી ખેતીની જમીન પર દુષ્કાળનું જોખમ 21 ટકા (ભારત) અને 61 ટકા (ઇથોપિયા)ની વચ્ચે ઓછુ થઈ જશે અને સાથે જ નદીથી આવતા પૂરના કારણે થનારા આર્થિક નુકસાનમાં પણ ઘટાડો આવશે.આવુ ત્યારે થાય છે જ્યારે નદીઓ અને ઝરણા પોતાના કિનારા તોડી દે છે અને પાણી નજીકના નીચલા વિસ્તારોમાં વહી જાય છે.સંશોધનકર્તાઓએ કહ્યુ, ગંભીર દુષ્કાળના સંપર્કમાં આવવાથી માનવ જોખમમાં વધારો છ દેશોમાં 3 ડિગ્રી સેલ્સિયસની તુલનામાં 1.5 ડિગ્રી સેલ્સિયસ પર 20-80 ટકા ઓછો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here