શેરબજારમાં ધમાકેદાર તેજીનો માહોલ, સેન્સેક્સ ઓલટાઈમ હાઈ લેવલને સ્પર્શ્યો, 63588નો નવો રેકોર્ડ

0
48

ઘરેલુ શેરબજારમાં જોરદાર તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે

વેપાર શરૂ થતાં જ જ એક કલાકમાં સેન્સેક્સ રેકોર્ડ સ્તરે પહોંચી ગયો

ઘરેલુ શેરબજારમાં જોરદાર તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. શેરબજારે નવો ઓલટાઈમ હાઈ બનાવ્યો છે. સવારે વેપાર શરૂ થતાં જ જ એક કલાકમાં સેન્સેક્સ રેકોર્ડ સ્તરે પહોંચી ગયો હતો. તેણે 63583ની સપાટીને કૂદાવી હતી અને તે 63,588.31ના નવા શિખરે પહોંચી ગયો હતો. 

અગાઉ નિફ્ટીનો રેકોર્ડ શું હતો? 
અગાઉ શેરબજારમાં નિફ્ટીનો રેકોર્ડ હાઈલેવલ 18,887.60  પર હતો જે 1 ડિસેમ્બર  2022માં નિફ્ટીએ સ્પર્શ્યો હતો. જ્યારે સેન્સેક્સએ 63,583.07 ની ઓલ ટાઇમ હાઈલેવલ બનાવ્યો હતો. 
નિફ્ટીના ઓલટાઈમ હાઈ માટે જોવાઈ રહી છે રાહ 
સેન્સેક્સએ આજે  63,583ના હાઈ લેવલને વટાવી લીધો હતો. તેણે 63,588.31ના નવા ઐતિહાસિક સ્તરને સ્પર્શ કર્યો હતો. હવે બજારમાં નિફ્ટીના ઓલ ટાઈમ હાઈ લેવલને સ્પર્શવાની રાહ જોવાઈ રહી છે.  નિફ્ટીમાં આજે 18,875.90ની સપાટીને સ્પર્શી  ફરી ઘટાડો દેખાયો હતો. તેણે ઓલટાઈમ હાઈ લેવલને પાર કર્યો નથી. 
મીડિયા અને ફાયનાન્શિયલ શેરોમાં જોરદાર ઉછાળો 
મીડિયાના શેરોમાં 2.26 ટકાનો જોરદાર ઉછાળો નોંધાયો હતો અને ફાયનાન્શિયલ શેરોમાં પણ 1.05 ટકાની શાનદાર લીડ જોવા મળી રહી હતી. બેન્ક નિફ્ટી પણ શાનદાર વધારા સાથે 43,848ના લેવલ પર વેપાર કરી રહી છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here