મેડિકલ સ્ટ્રીપમાં બે દવાઓ વચ્ચે ખાલી જગ્યા કેમ હોય છે? એક દવા માટે મસમોટું પેકિંગ કેમ હોય છે? કારણ છે રસપ્રદ

0
165
દવાઓ વચ્ચેની ખાલી જગ્યા દવાઓના કેમિકલને એકસાથે ભળતા અટકાવે છે. તેનાથી દવાઓ બગડતી નથી.
દવા ખરીદતી વખતે ઘણી વખત દવાના પત્તામાં આટલી ખાલી જગ્યા કેમ છે ? બે દવાઓ વચ્ચે આ જગ્યા કેમ આપવામાં આવે છે? પેકિંગ શા માટે વધુ પડતું મોટું છે? તેવા પ્રશ્નો ઘણી વખત થાય છે

તમને દવાની સ્ટ્રીપમાં બે વસ્તુઓ મુખ્યત્વે જોવા મળશે. દરેક ટેબ્લેટ વચ્ચે જગ્યા હોય છે અને કેટલીકવાર અમુક ટેબ્લેટની જગ્યા ખાલી પણ હોય છે. જોકે હકીકત એ છે કે આ કોઈ ભૂલ નથી અને તેના માટે ખૂબ ચોક્કસ કારણો છે. તમારા મનમાં વારંવાર આવતા આ સવાલનો જવાબ અહી આપવામાં આવ્યા છે. દવાઓ વચ્ચેની ખાલી જગ્યા દવાઓના કેમિકલને એકસાથે ભળતા અટકાવે છે. તેનાથી દવાઓ બગડતી નથી. આ દવાઓ વચ્ચેની સ્પેસને કારણે કોઈપણ પ્રકારના રિએક્શન થવાનું જોખમ રહેતું નથી. દવાઓ સાચવવા માટે આ પ્રકારની પદ્ધતિ અપનાવવામાં આવે છે. કેટલીકવાર આ જગ્યા સ્ટ્રીપ કાપવા માટે પણ આપવામાં આવતી હોય છે. સ્ટ્રીપમાં રહેલ આ જગ્યા દવાઓને ગમે ત્યાં લાવવા-લઈ જવા માટે રાખવામાં આવે છે. તે એક રીતે કુશનિંગ ઈફેક્ટ/ગાદી જેવું કામ કરે છે. તેને કારણે દવાઓ એકસાથે ભળતી નથી અને તેને એકસાથે લઈ જવામાં સરળતા રહે છે. આ ખાલી જગ્યાઓને કારણે જ દવાઓ પેકેજિંગ મશીનની વચ્ચે અટકતી નથી. આ સિવાય એક જગ્યાએ એક પ્લાન્ટમાં બનતી દવાને દેશ-વિદેશમાં મોકલાવાની પણ હોય છે તેથી દવાને ઉચ્ચ દબાણથી બચાવવા અને તેને ઘસારાથી સુરક્ષિત રાખવા માટે અમુક વખતે વધુ જગ્યા અથવા ખાલી શેલ જરૂરી બને છે. જો આ દવાના પત્તા પર વધુ દબાણ સર્જાય અથવા રફ હેન્ડલિંગ હોય તો નુકસાન દવાને નહીં પણ ખાલી શેલને થાય છે. જોકે એક મહત્વની વાત એ પણ છે કે, ઘણી વખત તમે એ પણ જોશો કે, દવાની સ્ટ્રીપમાં માત્ર એક જ ગોળી હોય છે. ડોક્ટર ઘણી વખત ડોઝનો ખાસ ખ્યાલ રહે તેવી દવા લખતા હોય છે. જો સ્ટ્રીપમાં એક જ દવા હોય તો દવા ગણવી વધુ સરળ થઈ જાય છે અને કોઈ કન્ફ્યુઝન રહેતું નથી. આ સિવાય સ્પેસની પાછળનું એક કારણ પ્રિન્ટ એરિયા વધારવાનું પણ છે. કેટલીકવાર દવાના આખા પત્તામાં એક જ ગોળી હોય છે. આવી સ્થિતિમાં, કાર્ડના પાછળના ભાગમાં પ્રિન્ટ કરવાની તારીખ, દવામાં ઉપયોગમાં લેવાયેલી સામગ્રી, એક્સપાયરી ડેટ વગેરે જેવી માહિતી છાપવા માટે જગ્યાની જરૂર પડે છે. આ માટે ખાલી જગ્યાઓ રાખવામાં આવે છે.



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here