વલસાડમાં બાળકોને સાથે રાખીને ભિક્ષુક મહિલાઓએ ઘરવાળાને વાતોમાં રાખી ધોળે દિવસે કરી લાખોની ચોરી

0
256
તા.ત્યારે બાળકોને સાથે આવેલી આ મહિલા ભિક્ષુકો ભિક્ષા માંગવાના બહાને ઘરના સભ્યો સાથે દલીલ કરે છે.
તા.ત્યારે બાળકોને સાથે આવેલી આ મહિલા ભિક્ષુકો ભિક્ષા માંગવાના બહાને ઘરના સભ્યો સાથે દલીલ કરે છે.

 વલસાડ: જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી એક ભિક્ષુક મહિલા ગેંગનો (woman gang) ત્રાસ વધી રહ્યો છે. બાળકોને સાથે લઈને ફરતી આ ભિક્ષુક મહિલા ગેંગ રહેણાક  વિસ્તારોમાં ભિક્ષા  માગવાના બહાને ફરે છે. જે બાદ તેમને મોકો મળતા જ ઘરમાં ઘૂસી અને ચોરી કરતી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે પણ સીસીટીવી ફૂટેજના આધારે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.વલસાડના પાવર હાઉસ રોડ વિસ્તારમાં નગવાડાની ચાલની પાછળ રહેતા રાજુભાઈ નાયકા નામના એક વ્યક્તિના ઘરે 6 જેટલી મહિલા ભિક્ષુકો 4 બાળકોને સાથે રાખી અને  ભીક્ષા માગવાના બહાને આવે છે. તે વખતે ઘરના મહિલા સભ્ય ઘરની સામે કપડાં ધોઈ રહ્યા હતા.ત્યારે બાળકોને સાથે આવેલી આ મહિલા ભિક્ષુકો ભિક્ષા માંગવાના બહાને ઘરના સભ્યો સાથે દલીલ કરે છે. જોકે, આ સમયે મોકો મળતાં જ કેટલીક મહિલા સભ્યો ઘરમાં ઘુસી જાય છે. ઘરમાં રાખેલી તિજોરી ખોલી અને તેમાંથી દાગીના ભરેલી એક બેગની ચોરી કરી અને બહાર આવી જાય છે.ઘરની બહાર અવાજ થતાં ઘરના ઉપરના ભાગે સૂતેલા રાજુભાઈ નાયકા અવાજ થતા બહાર આવીને જુએ છે. તો બહાર ઉભેલી મહિલાઓને ત્યાંથી બહાર કાઢે છે. ત્યારબાદ ઘરમાં  ચેક કરતાં કબાટ ખુલ્લુ જોવા મળ્યું હતું  અને કબાટની અંદરથી દાગીના ભરેલી બેગ પણ ગાયબ હતી.આથી ઘરમાં ચોરી થઈ હોવાનું આ શંકા ગઇ હતી. જેના કારણે ઘરની બહાર લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કરતાં મહિલા ગેંગ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને ઘરમાંથી આ મહિલા ગેંગે જ ચોરી કરી હોવાનું જાણ થઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here