લોકો લગ્ન અને મેળાવડાઓમાં કાળજી નહીં રાખે તો અનેક લોકો સંક્રમિત થશે : ડો. સુધીર શાહ

0
87
મેળાવડાઓ પર નિયંત્રણો પણ લાદવા જોઈએ.કોરોનાના કેસ વધતાં કોવિડ ટાસ્કફોર્સના ડોક્ટરની પણ બેઠક મળી હતી, જેમાં લગ્નની સીઝનને લઈને પણ ચર્ચા થઈ હતી.
મેળાવડાઓ પર નિયંત્રણો પણ લાદવા જોઈએ.કોરોનાના કેસ વધતાં કોવિડ ટાસ્કફોર્સના ડોક્ટરની પણ બેઠક મળી હતી, જેમાં લગ્નની સીઝનને લઈને પણ ચર્ચા થઈ હતી.

રાજ્યમાં હવે કોરોનાના 21 હજાર કેસ આવવા લાગ્યા છે તેમજ છેલ્લા બે દિવસથી રોજ 4થી 5 હજાર કેસનો ઉછાળો આવી રહ્યો છે, જેને પગલે સરકારે પણ બેઠકોનો દૌર શરૂ કર્યો છે. જોકે રાહતની વાત એ છે કે હોસ્પિટલમાં દાખલ થનારe દર્દીઓ ખૂબ ઓછા છે. બીજી તરફ, લગ્નની સrઝન ચાલી રહી છે ત્યારે લગ્ન અને અન્ય મેળાવડામાં લોકોની ભીડ ભારે પડી શકે છે. આ અંગે DivyaBhaskarએ ડો.સુધીર શાહ સાથે વાત કરી હતી, તેમણે જણાવ્યું હતું કે લગ્નમાં સંખ્યા ઘટાડી શકાય, મેળાવડાઓ પર નિયંત્રણો પણ લાદવા જોઈએ.કોરોનાના કેસ વધતાં કોવિડ ટાસ્કફોર્સના ડોક્ટરની પણ બેઠક મળી હતી, જેમાં લગ્નની સીઝનને લઈને પણ ચર્ચા થઈ હતી. લગ્નની સીઝન અને મેળાવડાને કારણે કેસ હજુ વધે એવી શક્યતા છે. ડોક્ટરના મત મુજબ, આગામી સમયમાં કેસોમાં મોટો ઉછાળો આવશે, પરંતુ તકેદારી રાખવામાં આવે તો સ્થિતિ કંટ્રોલમાં આવી શકે છેકોવિડ ટાસ્કફોર્સના સભ્ય અને ન્યુરોલોજિસ્ટ ડોક્ટર સુધીર શાહે જણાવ્યું હતું કે હજુ કેસ હજારોની સંખ્યામાં વધી શકે છે. અન્ય દેશોમાં પણ આંકડો ખૂબ ગતિથી વધી રહ્યો છે, ત્યારે આપણા દેશમાં વેક્સિનેશન અને લોકોનો વ્યવહાર જ કેસ રોકી શકશે. શિસ્ત અને સંયમથી લોકો વર્તે તો કેસના આંકડાઓ બદલાઈ શકે છે. સરકારે હજુ નિયંત્રણો લાદવા જોઈએ, કોરોનાની ત્રીજી લહેર 3થી 6 અઠવાડિયાંમાં પીક પર આવશે, લોકોએ હજુ થોડો સમય સંયમ રાખવાની જરૂર છેડો. સુધીર શાહે જણાવ્યું હતું કે લગ્ન પ્રસંગ તો આવતા-જતા રહેશે, પરંતુ બીમારી ફેલાશે તો પ્રજાને જ નુકસાન થશે. લોકો લગ્ન અને મેળાવડાઓમાં કાળજી નહીં રાખે તો અનેક લોકો સંક્રમિત થશે. લગ્નમાં પરવાનગી કરતાં ઓછા માણસને બોલાવવા જોઈએ અને શક્ય હોય તો લગ્ન મોકૂફ જ રાખવા જોઈએ. લગ્ન રાખવામાં આવે તો જે સમય હોય એના કરતાં સમય વધારીને મહેમાનોને અલગ અલગ સમયે બોલાવવા જોઈએઅત્યારે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને વેક્સિન જ એકમાત્ર ઉપાય છે. ડાયાબિટીસ, બ્લડપ્રેશર સહિતની ગંભીર બીમારીઓના દર્દીઓને અત્યારથી બીમારીને કન્ટ્રોલમાં રાખવી જોઈએ. વિટામિન Dનો ઉપયોગ કરવો જોઈએ. જે વ્યક્તિએ વેક્સિન ના લીધી હોય તેને પોતાના તથા બીજા માટે વેક્સિન લઈ લેવી જોઈએ. લોકો તમામ બાબતોનું લોકો પાલન કરે તો ત્રીજી લહેર પીક પર આવતા અટકશે અને કેસ નિયંત્રણમાં આવી જશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here