ગુજરાતમાં આજથી ગરમીમાં 4 ડીગ્રીનો વધારો થશે, કચ્છમાં ત્રણ દિવસ હીટ વેવની આગાહી

0
43
આજની ખરા ઉનાળાની શરૂઆત થશે. આજથી ગુજરાતમાં ગરમીમાં 4 ડિગ્રીનો વધારો થશે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ સુધી કચ્છમાં હીટ વેવ પણ રહેશે. આ ઉપરાંત આગામી દિવસોમાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત તથા અમરેલી, કચ્છમાં કમોસમી વરસાદની પણ આગાહી કરાઈ છે.

હવામાન વિભાગના આંકડા પર નજર કરીએ તો આખું ગુજરાત હવે તપી રહ્યું છે. મોટાભાગના જગ્યાએ 35 ડિગ્રી ઉપર મહત્તમ તાપમાન નોંધાયું છે. નાગઢમાં 37.4 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં ગરમીનો પારો 39 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. વાતાવરણમાં પણ ધીમે ધીમે ગરમીમાં વધારો જોવા મળી રહ્યો છે. હજુ વહેલી સવારે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. આમ બેવડી ઋતુ હજુ અનુભવાઈ રહી છે.

તાપમાન પર નજર કરીએ તો ગઈકાલે કઈ જગ્યાએ કેટલું હમત્તમ તાપમાન નોંધાયું હતું.
અમદાવાદ-36.3.
અમરેલી-35.9
વડોદરા-35.8.
ભાવનગર 34.9
ભુજ-37.8
જુનાગઢ -37.4
રાજકોટ -37.5
વલસાડ 37.1

13 અને 14 માર્ચે માવઠાની આગાહી
હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી 13 અને 14 માર્ચના રોજ કમોસમી વરસાદ પડી શકે છે. આ બન્ને દિવસ 30થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડી છે. આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા જ્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની સંભાવના છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છમાં પણ માવઠાની અસર જોવા મળી શકે છે. ખાસ કરીને અમરેલી જિલ્લા અને કચ્છમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here