ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે આજે બાર્બાડોસમાં રમાશે પ્રથમ વનડે, જાણો કોનું પલડું ભારે

0
103

ભારતે બે મેચોની ટેસ્ટ સિરીઝમાંની પ્રથમ ટેસ્ટ મેચમાં એક ઇનિંગ અને 141 રને જીત મેળવી હતી

આજથી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝ રમાશે. વનડે સિરીઝની પ્રથમ મેચ આજે સાંજે 7 વાગ્યાથી બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ ખાતે રમાશે. બે મેચોની ટેસ્ટ સિરીઝમાં ભારતે 1-0થી જીત મેળવી હતી. ભારતે બે મેચોની ટેસ્ટ સિરીઝમાંની પ્રથમ ટેસ્ટ મેચમાં એક ઇનિંગ અને 141 રને જીત મેળવી હતી. બીજી ટેસ્ટ વરસાદના કારણે ડ્રો થઇ હતી.
ભારતીય ટીમના ખેલાડીઓ શાનદાર ફોર્મમાં

વેસ્ટ ઈન્ડિઝની ટીમ પોતાની ભૂમિ પર રમી રહી છે. આ સ્થિતિમાં યજમાન ટીમને તેનો ફાયદો ચોક્કસ મળશે, પરંતુ ટીમના બે મુખ્ય ખેલાડીઓ ભારત સામે નથી રમી રહ્યા. નિકોલસ પૂરન અને જેસન હોલ્ડરને વનડે સિરીઝ માટે ટીમમાં સામેલ કરવામાં નથી આવ્યા. આ ઉપરાંત આન્દ્રે રસલ જેવો અનુભવી ખેલાડી પહેલેથી જ ટીમની બહાર છે. આ સ્થિતિમાં ઘરઆંગણે રમતી વખતે પણ વેસ્ટ ઈન્ડિઝનું પલડું ભારત સામે થોડું હલકું છે. ભારતીય ટીમના ખેલાડીઓ શાનદાર ફોર્મમાં છે. રોહિત શર્માએ ટેસ્ટ સિરીઝમાં રન બનાવ્યા છે. શુભમન ગિલ IPLમાં ઘણા રન બનાવીને આવ્યો છે. આ ઉપરાંત વિરાટ કોહલી પણ શાનદાર ફોર્મમાં છે. આવી સ્થિતિમાં આ મેચમાં ભારતીય ટીમનો દબદબો રહેશે.
હેડ ટુ હેડ રેકોર્ડ
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની વનડે ક્રિકેટમાં એકબીજા સામે હેડ ટુ હેડ રેકોર્ડની વાત કરીએ તો બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 139 મેચ રમાઈ છે. તેમાંથી વેસ્ટ ઈન્ડિઝની ટીમે 63 મેચ જીતી છે જ્યારે ભારતે 70 મેચ જીતી છે. આ ઉપરાંત 2 મેચ ડ્રો થઈ છે, જ્યારે 4 મેચમાં કોઈ પરિણામ મળી શક્યું નહીં.
બંને ટીમોની સ્કોડ
વેસ્ટ ઇન્ડીઝ
શાઈ હોપ(wkt/c), કાયલ મેયર્સ, બ્રેન્ડોન કિંગ, શિમરોન હેટમાયર, એલીક અથાનાજે, રોવમેન પોવેલ, કેસી કાર્ટી, રોમારીયો શેફર્ડ, ગુડાકેશ મોટી, અલઝારી જોસેફ, ઓશેન થોમસ, જેડેન સીલ્સ, કેવિન સિંકલેર, ડોમિનિક ડ્રેકસ, યાનિક કેરિહ
ભારત
રોહિત શર્મા (c), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન (wkt), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, ઉમરાન મલિક, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ સિરાજ, જયદેવ ઉનડકટ, મુકેશ કુમાર, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ , ઈશાન કિશન, રૂતુરાજ ગાયકવાડ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here