ગ્રીસનાં જંગલોમાં લાગેલી આગ બુઝાવવા ગયેલું વિમાન જ આગમાં હોમાઈ ગયું

0
88
રહોડઝ (ગ્રીસ) : ગ્રીસના એવીયા ટાપુમાં જંગલોમાં લાગેલી આગને બુઝાવવા માટે પાણીનો છંટકાવ કરી રહેલું વિમાન આગની લપેટમાં આવી જતાં સળગી જઈ તૂટી પડયું છે. જ્યારે વિમાનમાં રહેલા બંને પાયલોટસ પણ આ અગનગોળો બની ગયેલાં વિમાન સાથે આગમાં હોમાઈ ગયા છે. તેઓનો પત્તો મળી શક્યો નથી. જોકે ગ્રીસનાં વિમાનદળે તો જણાવી જ દીધું છે કે તે વિમાન કે પાયલોટ્સના મૃતદેહો આગ પછી શોધી કાઢવા પ્રયાસો કરવામાં આવશે.
આ વર્ષનો ઉનાળો, ગત વર્ષના ઉનાળા કરતાં પણ વધુ કઠોર રહ્યો છે. તેમ કહેતા ગ્રીસના અધિકારીએ જણાવ્યું હતું કે રહોડઝ ટાપુની પાસેના ટાપુ ઉપર પણ ફેલાવી હતી.
વાસ્તવમાં સમગ્ર દુનિયા ઉપર ફેલાઈ રહેલા ગરમીનું મોજું મુખ્ય કારણરૂપ છે. છેલ્લાં ત્રણ વર્ષથી જાગતિક ઉષ્ણતામાનમાં સતત વધારો થતો જ રહ્યો છે.
ગ્રીસની ફાયર સર્વિસના પ્રવક્તાએ કહ્યું હતું કે મંગળવારે દક્ષિણ-પૂર્વે આવેલા રોહડઝ ટાપુ ઉપર તેમજ ઉત્તર પશ્ચિમના કોટફુ ઉપર પણ ફેલાઈ હતી.
આ ઉપરાંત ભૂમધ્ય સમુદ્રની દક્ષિણ પૂર્વે આવેલા ઉત્તર આફ્રિકામાં અલ્જિરીયાનાં જંગલોમાં પણ આગ લાગી હતી, તેમાં ૩૪ લોકોનાં મૃત્યુ થયા હતા. જ્યારે ગ્રીસની આગને લીધે હજારોને સલામત સ્થળે ફેરવવામાં આવ્યાં હતાં. ગ્રીસના અધિકારીએ કહ્યું હતું કે, રોજેરોજ આગના બનાવો થતાં રહે છે. આ અંગે યુરોપીય સંઘે ઋતુ પરિવર્તનને આગ માટે કારણભૂત જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here