સુપ્રીમ દ્વારા કેજરીવાલને ફટકાર! જાહેરાત પાછળ હજાર કરોડ ખર્ચ્યા તો ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે પણ પૈસા આપો

0
170
RRTS પ્રોજેક્ટની બાકી રકમ પણ બે મહિનામાં જમા કરવાનો આદેશ
છેલ્લા ત્રણ વર્ષમાં જાહેરાતો પર ખર્ચવામાં આવેલ રેકોર્ડને રજૂ કરવાનો આદેશ

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે આજે દિલ્હી-મેરઠ પ્રાદેશિક રેપિડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં વિલંબ માટે દિલ્હી સરકારને ફટકાર લગાવી છે. કોર્ટે કહ્યું કે, જ્યારે સરકાર ત્રણ વર્ષમાં જાહેરાતો પર એક કરોડ રૂપિયા ખર્ચી શકે છે તો ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે પણ ખર્ચ કરવો જોઈએ. જસ્ટિસ સંજન કિશન કૌલ અને જસ્ટિસ સુધાંશુ ધુલિયાની બેંચ આ કેસની સુનાવણી કરી હતી. કોર્ટે AAP સરકારને પ્રોજેક્ટની બાકી રકમ બે મહિનાની અંદર જમા કરવાનો આદેશ પણ આપ્યો છે. દિલ્હી સરકારે RRTS પ્રોજેક્ટને ભંડોળ પૂરું પાડવામાં અસમર્થતા દર્શાવી હતી, જેના પગલે સર્વોચ્ચ અદાલતે તેને છેલ્લા ત્રણ વર્ષમાં જાહેરાતો પર ખર્ચવામાં આવેલા નાણાં રેકોર્ડના આંકડા આપ્યા ઉપરાંત પ્રોજેક્ટમાં બાકીની 415 કરોડની રકમ બે મહિનાની અંદર જમા કરવાનો આદેશ આપ્યો છે. છેલ્લી સુનાવણીમાં દિલ્હી સરકાર પાસેથી ખર્ચની વિગતો માંગવામાં આવી હતી. દિલ્હીમાં RRTSના નિર્માણથી દિલ્હીને રાજસ્થાન અને હરિયાણા સાથે રોડ માર્ગે જોડવાનું સરળ બન્યું હોત. જોકે, દિલ્હી સરકારે આ માટે ફંડ ચુકવ્યું ન હતું. છેલ્લી સુનાવણીમાં, દિલ્હી સરકારના વકીલે બે ન્યાયાધીશોની બેંચને જણાવ્યું હતું કે, ભંડોળની અછત છે અને નાણાકીય મદદ આપવા માટે અસમર્થતા વ્યક્ત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here