લીંબુની છાલનાં અનેક ફાયદા, વજન ઘટાડવાંથી લઇ તાણ ઘટાડવામાં કરશે મદદ

0
317
ટોક્સિન ઘટાડે- આપણાં શરીરમાં અનેક પ્રકારના ટોક્સિન પદાર્થો હોય છે જેને ઘટાડવા માટે લીંબુની છાલનો ઉપયોગ થઈ શકે છે.
ટોક્સિન ઘટાડે- આપણાં શરીરમાં અનેક પ્રકારના ટોક્સિન પદાર્થો હોય છે જેને ઘટાડવા માટે લીંબુની છાલનો ઉપયોગ થઈ શકે છે.

: લીંબુનો રસ સ્વાસ્થ્ય જાળવવા ઉપરાંત ત્વચાને સુંદર બનાવવા માટે પણ ઉપયોગી છે. વિટામિન-સીથી (Vitamin C) ભરપૂર લીંબુ બોડીને ડિટોક્સ કરવામાં (Lemon For Health) સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. તો માથામાં ખોળો થતો હોય કે અન્ય કોઇ સમસ્યા હોય તો લીંબુનો રસ અને તેની છાલનો પાવડર તે સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે. આ સિવાય તેની છાલ (Lemon Skin) પણ પોષક તત્વોથી ભરપૂર હોય છે. લીંબુની છાલ વજન ઘટાડવા (Weight Loss) ઉપરાંત અન્ય કેટલીક રીતે પણ ઉપયોગી છે.વજન ઘટાડવા માટે- વજન ઘટાડવા માટે લીંબુના રસનો પ્રયોગ કરવામાં આવે છે પરંતુ તેની છાલ ફેંકી દેવામાં આવે છે. પોષક તત્વોથી ભરપૂર છાલ પણ વજન ઘટાડવામાં મદદરૂપ સાબિત થઈ શકે છેતાણ ઘટાડવા- લીંબુની છાલમાં ભરપૂર માત્રામાં ફ્લેવાનોઈડ જેવા પોષક તત્વો હોય છે જે સ્ટ્રેસ ઘટાડવામાં સહાયક બને છે. માટે વધારે સ્ટ્રેસમાં હોય તેવા લોકોએ લીંબુની છાલનું સેવન શરૂ કરી દેવું જોઈએ.ટોક્સિન ઘટાડે- આપણાં શરીરમાં અનેક પ્રકારના ટોક્સિન પદાર્થો હોય છે જેને ઘટાડવા માટે લીંબુની છાલનો ઉપયોગ થઈ શકે છે. લીંબુની છાલનું દરરોજ સેવન કરવાથી આવા ટોક્સિક પદાર્થો શરીરમાંથી દૂર થાય છે.ઉત્તમ સ્કિનકેર છે લીબુંની છાલ- સ્કિનની કોઇપણ સમસ્યા હોય તો લીંબુની છાલનો પાવડરમાં ગ્લિસરિન મિક્સ કરીને લગાવી દો 20 મિનિટ બાદ નોર્મલ પાણીથી ધોઇ લો.હાડકાં મજબૂત રાખવા માટે- લીંબુની છાલમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ, વિટામિન-C, એન્ટી ઓક્સિડેન્ટ્સ જેવા અન્ય તત્વો હોય છે જે હાડકાંનાં સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી છે. લીંબુની છાલ વડે સાંધા, રહ્યુમેટોઈડ આર્થરાઇટ્સ જેવી હાડકાં સાથે સંકળાયેલી બીમારીઓ દૂર કરી શકાય છે. આ માટે કાચી છાલનું સેવન કરી શકાય અથવા તેને ધોઈને, સુકવીને તેનો પાવડર પણ બનાવી શકાય.હાર્ટ રાખશે હેલ્ધી- હૃદયને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવા માટે પણ લીંબુની છાલનું સેવન કરવું જોઈએ. તેમાં રહેલા તત્વો કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. જો શરીરમાં કોલેસ્ટ્રોલનું લેવલ નીચું રહે તો હૃદય લાંબા સમય સુધી સ્વસ્થ રહે છે. તે સિવાય ડાયાબિટીસ જેવી બીમારીઓનું જોખમ પણ ઘટે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here