Dahod :વરસાદની ઘટ વચ્ચે સિંચાઇના પાણી અંગે ખેડૂતોમાં ચિંતાનો માહોલ

0
91
રાજ્યમાં હાલ વરસાદી માહોલ છે. પણ દાહોદમાં મહદઅંશે સ્થિતિ થોડી કપરી છે. દાહોદ જિલ્લામાં હજી પણ 26 ટકા વરસાદની ઘટ છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 41.45 ટકા વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં હાલ વરસાદી માહોલ છે. પણ દાહોદમાં મહદઅંશે સ્થિતિ થોડી કપરી છે. દાહોદ જિલ્લામાં હજી પણ 26 ટકા વરસાદની ઘટ છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 41.45 ટકા વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં હાલ વરસાદી વાતાવરણ તો છે, પણ મધ્ય ગુજરાતનો એક જિલ્લો એવો છે જ્યાં હજી પણ વરસાદની ઘટ છે. જેને લઈને ખેડૂતો ચિંતામાં છે. ખેડૂતોને ચિંતા છે કે તેમને સિંચાઈનું પાણી મળશે કે નહી ? બીજી તરફ અધિકારીઓ દાવો કરી રહ્યા છે કે ખેડૂતોએ સિંચાઈના પાણીને લઈને ચિંતા કરવાની જરૂર નથી.રાજ્યમાં હાલ વરસાદી માહોલ છે. પણ દાહોદમાં મહદઅંશે સ્થિતિ થોડી કપરી છે. દાહોદ જિલ્લામાં હજી પણ 26 ટકા વરસાદની ઘટ છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 41.45 ટકા વરસાદ નોંધાયો છે. વરસાદની ઘટને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. ખેડૂતોને ચિંતા છે કે જો વરસાદ નહીં થાય તો પાકને માઠી અસર થશે. જોકે ખેડૂતોને આશા છે કે જિલ્લાના આઠ જળાશયોમાંથી સિંચાઈ પાણી મળે તો મુરજાતા પાકને જીવનદાન મળે.દાહોદના આઠ મહત્વના જળાશયોમાં હાલ પાણીનો યોગ્ય જથ્થો હોવાનું સામે આવ્યું છે. એક નજર કરીએ આ આઠ જળાશયોની પાણીની સ્થિતિ પરતો જિલ્લા અધિકારીએ બાહેંધરી આપી છે કે પીવાના પાણી અને સિંચાઈના પાણીની તંગી નહીં સર્જાય. બીજી તરફ ખેતીવાડી અધિકારીનું કહેવું છે કે ડાંગરના પાકને વધુ પાણીની જરૂર હોવાથી ડાંગર પકવતા ખેડૂતોને સિંચાઈના પાણીની વધુ જરૂર પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here