નવી મુંબઇમાં કોરોના વિસ્ફોટ, એક સ્કૂલનાં 16 વિદ્યાર્થીઓ સંક્રમિત

0
82
શુક્રવારે મળેલાં નવાં કેસને મેળવીને રાજ્યમાં ઓમિક્રોન વેરિએન્ટ સંક્રમિતોની સંખ્યા 40ને પાર પહોંચી ગઇ છે. સૌથી વધુ 10 દર્દીઓ પુણેમાં છે.
શુક્રવારે મળેલાં નવાં કેસને મેળવીને રાજ્યમાં ઓમિક્રોન વેરિએન્ટ સંક્રમિતોની સંખ્યા 40ને પાર પહોંચી ગઇ છે. સૌથી વધુ 10 દર્દીઓ પુણેમાં છે.

ઓમિક્રોનનાં (Omicron)8 નવાં કેસીસમાં 6 પુણે અને એક મુંબઇ અને એક કલ્યાણ ડોંબિવલીનો છે. પ્રદેશ સ્વાસ્થ્ય વિભાગનું કહેવું છે કે, ‘આજે આઇ નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજીની રિપોર્ટ મુજબ રાજ્યમાં ઓમિક્રોનનાં શિકાર 8 નવાં દર્દી મળ્યાં છે.

નવી મુંબઇ: મહારાષ્ટ્રનાં (Maharastra) નવી મુંબઇ સ્થિત એક સ્કૂલમાં કોરોના વિસ્ફોટની (Corona Blast) ખબર આવી છે. અહીં 8થી 12માં ધોરણનાં 16 બાળકોમાં કોરોના સંક્રમણની (Corona Positive) પુષ્ટિ થઇ છે. ખાસ વાત એ છે કે, આ સ્કૂલમાં 500થી વધુ બાળકો ભણે છે. તમામ વિદ્યાર્થીઓની તપાસ કરવામાં આવશે. મહારાષ્ટ્રમાં શુક્રવારે કોરોના વાયરસનાં નવાં વેરિએન્ટ ઓમિક્રોનનાં 8 નવાં કેસ સામે આવ્યાં છે. આ વાતની જાણકારી સ્વાસ્થ્ય વિભાગે આપી છે. દર્દીઓની સંખ્યાની દ્રષ્ટિએ જોઈએ તો, મહામારીની પહેલી અને બીજી લહર દરમિયાન મહારાષ્ટ્ર સૌથી વધુ પ્રભાવિત થયેલું રાજ્ય હતું. ઓમિક્રોનનાં 8 નવાં કેસીસમાં 6 પુણે અને એક મુંબઇ અને એક કલ્યાણ ડોંબિવલીનો છે. પ્રદેશ સ્વાસ્થ્ય વિભાગનું કહેવું છે કે, ‘આજે આઇ નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજીની રિપોર્ટ મુજબ રાજ્યમાં ઓમિક્રોનનાં શિકાર 8 નવાં દર્દી મળ્યાં છે. જેમાં પૂણેનાં 6,મુંબઇનું 1 અને કલ્યાણ ડોમ્બિવલીનો 1 છે.’વિભાગે જાણ્યું કે, ઓમિક્રોનનો શિકાર થનારા તમામ દર્દીઓએ વેક્સિન લીધેલી હતી. સાથે જ તેમને વિશ્વાસ જતાવ્યો છે કે, કોરોના સંક્રમિતોનાં સંપર્કમાં આવનારાને ટ્રેસ કરવામાં આવી શકે છે. પોઝિટિવ આવ્યાં બાદ ફ્કત બે દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. તો અન્ય હોમ આઇસોલેશનમાં છે.ઇન્ડિયન એક્સપ્રેસની રિપોર્ટ અનુસાર, શુક્રવારે મળેલાં નવાં કેસને મેળવીને રાજ્યમાં ઓમિક્રોન વેરિએન્ટ સંક્રમિતોની સંખ્યા 40ને પાર પહોંચી ગઇ છે. સૌથી વધુ 10 દર્દીઓ પુણેમાં છે. અધિકારી ડોક્ટર પ્રદીપ અવાતે જણાવ્યું કે, તમામ 8 દર્દીઓ પુરુષ છે અને 29-45ની ઉંમરનાં છે. શરૂઆતી માહિીત અનુસાર, પુણેનાં ચાર લોકો દુબઇ ટ્રાવેલ કરીને આવ્યાં હતાં જ્યાં બે લોકો તેમનાં સંપર્કમાં આવ્યાં હતાં. મુંબઇમાં મળેલાં એક દર્દીને અમેરિકાની યાત્રા કરી હતી. અને કલ્યાણ ડોંબિવલીનાં દર્દીએ નાઇઝીરિયાની યાત્રા કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here