હળદરનું વધુ પડતું સેવન સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે નુકશાન

0
390
વધારે હળદર ખાવાથી માત્ર માતાને જ નહીં પરંતુ ગર્ભસ્થ બાળકને પણ નુકસાન થઈ શકે છે.
વધારે હળદર ખાવાથી માત્ર માતાને જ નહીં પરંતુ ગર્ભસ્થ બાળકને પણ નુકસાન થઈ શકે છે.

સ્વાસ્થ્યવર્ધક ગુણોથી ભરપૂર હોય છે. તેમાં એન્ટીઓક્સિડન્ટ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે. દેશના લગભગ દરેક ઘરમાં હળદરનો વધુ – ઓછો ઉપયોગ થાય છે.

હળદરસ્વાસ્થ્યવર્ધક ગુણોથી ભરપૂર હોય છે. તેમાં એન્ટીઓક્સિડન્ટ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે. દેશના લગભગ દરેક ઘરમાં હળદરનો વધુ – ઓછો ઉપયોગ થાય છે. શાક અથવા દાળ સહિતની અનેક વાનગીઓમાં હળદરનો ઉપયોગ કરવામાં આવે છે. અલબત્ત ઘણા લોકો રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પણ હળદરનું સેવન કરે છે. જોકે, તેના વધુ પડતા સેવનના કારણે સ્વાસ્થ્ય ને ફાયદાની જગ્યાએ નુકસાન પણ થઈ શકે છે. જેથી હળદરનું વધુ પડતું સેવન કરવાથી કયા નુકસાન થઈ શકે તે અંગેની જાણકારી આપવામાં આવી છેલોહીને પાતળું કરે-  હળદરમાં રહેલું કરક્યુમિન નામનું તત્વ લોહીને પાતળું કરે છે. પરિણામે હળદરનું વધુ પડતા સેવનના કારણે લોહી પાતળું થાય છે અને નાની ઇજામાં પણ લોહી વહેવા લાગે તેવું બને છે. મહિલાઓને પીરીયડસ સમયે વધુ બ્લીડીંગ થવાની પરેશાનીનો સામનો કરવો પડે છે.ગર્ભાવસ્થામાં મુશ્કેલી- હળદરનું વધુ પડતું સેવન ગર્ભાવસ્થા દરમિયાન મુશ્કેલીનું કારણ બની શકે છે. વધારે હળદર ખાવાથી માત્ર માતાને જ નહીં પરંતુ ગર્ભસ્થ બાળકને પણ નુકસાન થઈ શકે છે. ગર્ભાવસ્થાના પ્રારંભિક દિવસોમાં હળદરના વધુ પડતા સેવનથી ગર્ભવતી સ્ત્રીમાં રક્તસ્ત્રાવ થઈ શકે છે, જે ગર્ભપાતનું કારણ બની શકે છે.પેટમાં તકલીફ- હળદરના વધુ પડતા સેવનથી પેટમાં બળતરા, સોજો અને ખેંચાણ થઈ શકે છે. એટલું જ નહીં વધારે હળદર ખાવાથી પથરીની તકલીફ પણ થઈ શકે છે. હળદરમાં રહેલા ઓક્સલેટ તત્વ શરીરમાં કેલ્શિયમને બરાબર ઓગળવા દેતું નથી. જેના કારણે પથરીનો ખતરો વધી જાય છે.ઝાડા ઉલટી થઈ શકે- હળદરમાં રહેલ કરક્યુમિન પાચન સંબંધિત તકલીફો ઉભી કરી શકે છે. તેના કારણે ઝાડા ઊલટી થવાની શક્યતા છે.ત્વચા અને શ્વાસની સમસ્યા- હળદરના ગુણ ત્વચા અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ જ્યારે તમે તેનું વધુ પ્રમાણ સેવન કરો છો ત્યારે તે નુકસાનકારક બની જાય છે. હળદરના સેવનથી શ્વાસ લેવામાં તકલીફ અને ત્વચા પર ફોલ્લીઓ થઈ શકે છે. તેના કારણે થતી એલર્જી ત્વચાની ઉપર તેમજ અંદર પણ થઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here