મુખ્યમંત્રી કાર્યાલયમાં ધરખમ ફેરફાર: પંકજ જોશી મુખ્યમંત્રીના નવા ACS, અવંતિકા સિંઘને CMO સચિવ બનાવાયા

0
161
. હજુ સુધી શપથવિધિ માટે ધારાસભ્યોને ફોન કરવા સૂચના અપાઈ નથી. આ માટે ઉપરથી આવનારા ઓર્ડરીન રાહ જોવાઈ રહી છે.
. હજુ સુધી શપથવિધિ માટે ધારાસભ્યોને ફોન કરવા સૂચના અપાઈ નથી. આ માટે ઉપરથી આવનારા ઓર્ડરીન રાહ જોવાઈ રહી છે.

અવંતિકા સિંઘ બન્યા CMO સચિવ ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવી કેબિનેટના શપથવિધિના અટકળો વચ્ચે આઈએએસ લોબીમાંથી મોટો સમાચાર સામે આવ્યા છે. પંકજ જોશીને મુખ્યમંત્રીના નવા ACS બનાવવામાં આવ્યા છે. તો અવંતિકા સિંઘને CMO સચિવ બનાવવામાં આવ્યા છે. 

ગાંધીનગર :અવંતિકા સિંઘ બન્યા CMO સચિવ ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવી કેબિનેટના શપથવિધિના અટકળો વચ્ચે આઈએએસ લોબીમાંથી મોટો સમાચાર સામે આવ્યા છે. પંકજ જોશીને મુખ્યમંત્રીના નવા ACS બનાવવામાં આવ્યા છે. તો અવંતિકા સિંઘને CMO સચિવ બનાવવામાં આવ્યા છે. 
CMના અધિક મુખ્ય સચિવ તરીકે પંકજ જોશીની નિમણૂંક કરવામાં આવી છે. તો અશ્વિનીકુમારને સ્થાને અવંતિકા સિંઘની નિમણૂંક કરાઈ છે. અવંતિકા સિંઘ CMO સચિવ બન્યા છે. CMOમાં સ્પેશિયલ ઓફિસર તરીકે એમડી મોડિયાની નિમણૂંક કરાઈ છે. CMOમાં સ્પેશિયલ ઓફિસર તરીકે NN દવેની નિમણૂંક કરાઈ છે. તો બીજી તરફ, ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીઓ લગભગ નક્કી થઈ ગયા છે. સરકાર દ્વારા તમામ ધારાસભ્યોને સવારે 10 વાગ્યા સુધી ગાંધીનગર પહોંચી જવા ફરમાન કરાયુ હતું. ત્યારે આ વચ્ચે ભાજપના તમામ ધારાસભ્યો ગાંધીનગરમાં ઉપસ્થિત જોવા મળ્યા. મંત્રીમંડળમાં નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે તેવી પૂરેપૂરી શક્યતા છે. આ વચ્ચે મંત્રીમંડળના શપથવિધિ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. હજુ સુધી શપથવિધિ માટે ધારાસભ્યોને ફોન કરવા સૂચના અપાઈ નથી. આ માટે ઉપરથી આવનારા ઓર્ડરીન રાહ જોવાઈ રહી છે. સૂચના મળ્યા બાદ જ મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવનાર ધારાસભ્યોને ફોન કરવામા આવશે. જેમાં ઉત્તર ગુજરાતમાંથી ઠાકોર ચેહરા તરીકે અજમલજી ઠાકોર, ગજેન્દ્રસિંહ પરમારને સ્થાન મળી શકે તેવી શક્યતા છે. તો જીતુ વાઘાણી અને ગોવિંદ પટેલને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. આ ઉપરાંત સી.કે. રાઉલજી, કિરીટસિંહ રાણા, દુષ્યંત પટેલ, રાકેશ શાહ, આત્મારામ પરમાર, જગદિશ પંચાલ, પ્રદ્યુમનસિંહ જાડેજા અને નિમિશા સુથારના મંત્રી બનવાની શક્યતાઓ પણ પ્રબળ છે. આ તમામ ધારાસભ્યોને આજે કોલ આવી શકે છે. તો આ વચ્ચે ગાંધીનગરમાં શપથવિધિનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. શપથવિધિ માટે ત્રણ સ્થળની પસંદગી કરાઈ છે. રાજભવન, સચિવાલય અને મહાત્મા મંદિર ખાતે શપથવિધિ યોજાઈ શકે છે. આ વચ્ચે ગાંધીનગરમાંથી જે મંત્રીઓ રિપીટ થવાના નથી તેમની ઓફિસો ખાલી થવાની શરૂઆત થઈ ગઈ છે. જેમાં કુમાર કાનાણી, વાસણ આહીર, વિભાવરી દવે, શૈલેષ મહેતા જેવા મંત્રીઓના પત્તા કપાઈ રહ્યાં છે. આ મંત્રીઓની ઓફિસ ખાલી થવા માંડી છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here