મિઝોરમમાં નિર્માણાધીન રેલવે બ્રિજ ધરાશાયી થતા 17 મજૂરોના મોતની આશંકા

0
114
ઘટનાસ્થળે અન્ય ઘણા લોકો ફસાયા હોવાની આશંકા
વડાપ્રધાને સહાયની જાહેરાત કરી

નવી દિલ્હી : મિઝોરમમાં એક મોટી દુર્ઘટનાના સમાચાર આવી રહ્યા છે જેમાં એક નિર્માણાધીન રેલ્વે પુલ તૂટી પડવાને કારણે ઓછામાં ઓછા 17 મજૂરોના મોત થયા છે. ઘટનાસ્થળે અન્ય ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે.મિઝોરમની રાજધાની આઈઝોલ પાસે નિર્માણાધીન રેલ પુલ ધરાશાયી થયો છે. આ દુર્ઘટનામાં 17 મજૂરોના મોત થયા છે. જે જગ્યાએ આ ઘટના બની તે રાજધાની આઈઝોલથી લગભગ 21 કિમી દૂર છે. ઘટના સમયે તમામ મજૂરો રેલ ઓવરબ્રિજ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા. આ દુર્ઘટનાને પગલે વડા પ્રધાન દ્વારા PMMRF તરફથી દરેક મૃતકોના પરીવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ કાટમાળ નીચે હજુ પણ 30થી 40 મજૂરો દટાયા હોવાની શક્યતા છે. આ મજૂરોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. મૃત્યુઆંક હજુ વધી શકે છે. મિઝોરમના મુખ્યમંત્રી જોરામથાંગાએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં, તેમણે ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here